આમચી મુંબઈમહારાષ્ટ્ર

રિયલ એસ્ટેટ એજન્ટની જાણ બહાર તેના નામે 383 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર કરાયા…

થાણે: થાણેમાં 38 વર્ષના રિયલ એસ્ટેટ એજન્ટની જાણ બહાર તેના નામે 383 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.

ફરિયાદીને તેના બેન્ક ખાતામાં ગેરકાયદે વ્યવહાર થઇ રહ્યાની બિલકુલ જાણ નહોતી. જોકે બેન્ક દ્વારા તેને નોટિસ મોકલવામાં આવી ત્યારે ફરિયાદીએ તપાસ કરી હતી અને બાદમાં કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : Mumbaiમાં Dream Home ખરીદવાનું વિચારી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…

પોલીસે આ ફરિયાદને આધારે શનિવારે ગુનો દાખલ કર્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે આરોપીએ મે, 2022માં નોકરીની ઓફર સાથે તેનો સંપર્ક સાધ્યો હતો અને તે માટે પેનકાર્ડ, આધાર કાર્ડ સહિત તેની ઓળખના દસ્તાવેજો લીધા હતા. ફરિયાદીની વિગતોને આધારે ત્રણ આરોપીએ બે બેન્ક ખાતાં ખોલાવ્યાં હતા અને બોગસ શેલ કંપનીઓ ઊભી કરીને તેમના મોબાઇલ નંબર અને ઇમેઇલ એડ્રેસ લિંક કર્યા હતા.

બાદમાં મે, 2023 સુધી ઉપરોક્ત બેન્ક ખાતાંમાં રૂ. 383 કરોડના ગેરકાયદે વ્યવહાર કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

બેન્કો પાસેથી નોટિસ મળવાનું શરૂ થયા બાદ પોતાની ઓળખના દસ્તાવેજોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. આથી તેણે આર્થિક ગુના શાખાનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે આરોપી દીપક શુકલા, રાહુલ પટવા અને ચેતન ખાડે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…