મનોરંજન

40 વર્ષ પહેલાનો જૂહી ચાવલાનો એ વીડિયો જોશો તો ફરી તેનાં પ્રેમમાં પડી જશો…

બોલીવૂડની ચુલબુલી અભિનેત્રી જૂહી ચાવલા આજે પણ એટલી જ ફ્રેશ અને યુવાન દેખાય છે. બે સંતાનની માતા જૂહીએ તેનો ચાર્મ એવો ને એવો જ જાળવી રાખ્યો છે ત્યારે હાલમાં તેનો 40 વર્ષ પહેલાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જૂહી રેમ્પ કરતી જોવા મળે છે, પરંતુ તે કોઈ સ્લીટ ગાઉન કે રિવિલિંગ વેસ્ટર્ન આઉટફીટમાં નહીં, પણ ચળિયા ચોલીમાં રેમ્પ વૉક કરતી જોવા મળી છે.

જૂહી મિસ ઈન્ડિયા થઈ ત્યારબાદ મિસ યુનિવર્સ 1984માં ભાગ લેવા ગઈ હતી. તે આ સ્પર્ધા જીતી ન હતી, પણ તેની બ્યૂટી આજે પણ તમને મોહી લે તેવી છે.

આ વીડિયોમાં જૂહી પિંક કલરમાં ચળિયાચોલીમાં વૉક કરતી દેખાઈ છે. સાથે જ્વેલરી સાથે તેણે લૂક કમ્પ્લીટ કર્યો છે. માથે ટીકો, કાનમાં મોટા ઝૂમકા સાથે તે એકદમ ભારતીય નમણી નાર લાગી રહી છે. તેને નેશનલ કૉસ્ચ્યુમ એવોર્ડ પણ મળ્યો હતો.

તેનાં આ વીડિયો બાદ ફેન્સ તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. કોઈ જાતના પ્લાસ્ટિક સર્જરી કે હેર ટ્રીટમેન્ટ કે ખાસ કોઈ મેક અપ વિના પણ એ કેટલી સુંદર લાગી રહી છે તેમ નેટિઝન્સ કહી રહ્યા છે.

જૂહીએ ફિલ્મ સલ્તનતથી શ્રીદેવી સાથે બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું, પરંતુ આમિર સાથેની તેની ફિલ્મ કયામત સે ક્યામત તકથી તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ત્યારબાદ તેણે ઘણી સુપરહીટ ફિલ્મો આપી જેમાં ડર, આયના, હમ હૈ રાહી પ્યાર કે, પ્રતિબંધ વગેરેનો સમાવેશ થાય છે. જૂહીએ ગુજરાતી ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કર્યા છે અને તે બે યુવાન સંતાનોની માતા છે, પણ તેનો આ જૂનો વીડિયો ફેન્સને ફરી તેનાં પ્રેમમાં પડવા મજબૂર કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button