હવે Modiને 56 ઇંચની છાતી નથી, વિપક્ષ ધારે તે….” કાશ્મીરમાં Rahul Gandhiના સરકાર પણ વાકબાણ
પૂંછ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે હવે તેઓ હવે એકદમ બદલાઈ ગયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આજના નરેન્દ્ર મોદી પહેલા જેવા નરેન્દ્ર મોદી નથી રહ્યા. અમે તેમને માનસિક રીતે ખત્મ કરી દીધા છે. જેને તમે પહેલા જોતાં હતા તેવા નરેન્દ્ર મોદી હવે નથી રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું, ‘જે પહેલા નરેન્દ્ર મોદી હતા, 56 ઇંચની છાતી વાળા. તમને તો એનો ચહેરો દૂરથી દેખાઈ છે પણ હું તો સંસદમાં સામે જ રહું છું. સ્પષ્ટ રીતે દેખાઈ છે કે જે નરેન્દ્ર મોદી પહેલા હતા તેવા હવે નથી રહ્યા. આજે વિપક્ષ જે કરાવવા માંગે છે તે કરાવી લે છે.
પહેલી વખત કોઇ રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો:
રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તો નોન બાયોલોજિકલ છું. મારુ સીધું ઉપર કનેક્શન છે. હું તો સીધો ભગવાન સાથે વાત કરું છું. પણ હવે INDI ગઠબંધને નરેન્દ્ર મોદીને માનસિક રીતે ભાંગી નાખ્યા છે. આ સાથે તેમને જમ્મુ કાશ્મીરના પુનર્ગઠનને લઈને નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ કરતાં કહ્યું હતું કે ‘એવું ઘણી વખત બન્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશમાંથી રાજ્ય બનાવવામાં આવ્યું હોય, ઘણી વખત એક રાજ્યમાંથી બીજા રાજ્યો બનાવવામાં આવ્યા હોય પણ એવું પ્રથમ વખત બન્યું છે કે કોઇ રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હોય. તમારી પાસેથી તમારો હક છીનવવામાં આવ્યો.
માત્ર ઉદ્યોગપતિઓ માટે કામ:
રાહુલ ગાંધીએ આરોપ કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં બેરોજગારી ફેલાવી છે. તે બસ દેશના અમુક 2-3 લોકો માટે જ કામ કરે છે. તેમણે દેશના 25 અબજપતિઓની 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે પરતું આ લોકોએ નાના વેપારીઓને બરબાદ કરી નાખ્યા છે. ભારતમા યુવાનોને ક્યાંય રોજગારી નથી અને જમ્મુ-કાશ્મીરમાં પણ એ જ હાલ છે.
ભાજપનું કામ ભાગલા પાડવાનું:
તેમણે કહ્યું કે તમારી સરકાર ચલાવવામાં તમારો કોઈ અવાજ નથી, તમારી સરકાર દિલ્હીથી ચાલે છે. પણ અમે ઈચ્છીએ છીએ કે તમારી સરકાર જમ્મુ-કાશ્મીરથી ચાલે. અમારો પ્રયાસ હતો કે જમ્મુ કાશ્મીરને ચૂંટણી પહેલા જ રાજ્યનો દરજ્જો મળે પરંતુ તેઓએ તે થવા દીધું નહીં. તેઓ ભાગલા પાડવાનું કામ કરે છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ભાગલા પાડીને રાજ કરે છે. તેઓએ અહીં પણ એ જ કર્યું પાંણ હું કહેવા માંગુ છું કે તેમનો પ્રોજેક્ટ અહી ફેલ જશે. અમે બધાને સાથે લઈ જઈશું અને દરેકના અધિકારો માટે આગળ વધીશું.
Also Read –