મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

બૉલ્ડ અભિનેત્રીની બોલ્ડ મમ્મીનો આજે જન્મદિવસ

જાતી હું મૈં, જલ્દી હૈ ક્યા કે પછી હોઠો પે બસ તેરા નામ હૈ જેવા ગીતોમાં કાજોલ તમને બોલ્ડ અને બિનદાસ્ત લાગતી હોય તો તમે તેની મમ્મી તનુજાના ગીતોને જોઈને તમે પાણી પાણી થઈ જશો. રાત અકેલી હૈ કે બાગ મેં કલી ખિલી બગિયા મહેંકી જેવા ગીતો અને રાજેશ ખન્ના સહિતના ધુરંધરો સાથે જોડી જમાવનાર તનુજાનો આજે જન્મદિવસ છે.

તનુજા 16 વર્ષનાં હતા ત્યારે ફિલ્મજગતમાં પગ મૂક્યો હતો. આ અવસર પર અભિનેત્રીની પુત્રી અને લોકપ્રિય અભિનેત્રી કાજોલે તેની માતાના જન્મદિવસ પર એક પોસ્ટ શેર કરી છે. કાજોલ સાથે બહેન તનીશા પણ છે. તનુજા સાથે એક ફોટો શેર કર્યો છે અને કેકનો ફોટો શેર કર્યો છે જેમાં યુવાન તનુજા ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

દીકરીઓના લૂકની વાત કરીએ તો અભિનેત્રી બ્લેક કલરની સાડી અને બ્રાઉન ફુલ સ્લીવ બ્લાઉઝમાં જોવા મળે છે. જ્યારે તનિષા મુખર્જી પિંક સાડીમાં જોવા મળી રહી છે. જ્યારે બર્થડે ગર્લ એટલે કે પીઢ અભિનેત્રી તનુજા પર્પલ કલરના સૂટ અને પિંક કલરના દુપટ્ટામાં જોવા મળી રહી છે.

ફેન્સ અને ફિલ્મી હસતિઓ તેમના પર શુભેચ્છાનો વરસાદ કરી રહી છે, તો આપણે પણ વીશ કરી દઈએ
હેપ્પી બર્થ ડે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button