નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Chandrayaan 3: ભારતના ચંદ્રયાન-3 મિશનની નવી શોધ, હજુ પણ ખોલી રહ્યું છે રહસ્ય

નવી દિલ્હી : ભારતમાં ચંદ્રયાન-4 મિશનને સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટે વૈજ્ઞાનિકોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન ચંદ્રયાન-3 (Chandrayaan 3) પણ કાર્યરત થયા હોવાના સંકેત મળ્યા છે. જેમાં સપ્ટેમ્બર 2023માં સંપર્ક ગુમાવી ચૂકેલા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર હજુ પણ એક વર્ષ સુધી કાર્યરત છે અને પૃથ્વી પર માહિતી મોકલી રહ્યા છે. જેમાં હવે પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર એક વિશાળ ક્રેટર શોધી કાઢ્યો છે.

ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટની નજીક

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી પ્રજ્ઞાન દ્વારા મોકલવામાં આવેલા ડેટાએ નવા પ્રાચીન ક્રેટર જાહેર કર્યા છે. મીડિયા અહેવાલ મુજબ આ ક્રેટર્સ 160 કિલોમીટર પહોળો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તે ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટની નજીક છે. આને લગતી માહિતી ફિઝિકલ રિસર્ચ લેબ અમદાવાદના વૈજ્ઞાનિકો દ્વારા પ્રકાશિત સાયન્સ ડાયરેક્ટમાં ઉપલબ્ધ છે.

ચંદ્ર વિશે ઘણા મહત્વપૂર્ણ સંકેતો

અહેવાલ મુજબ, એવું માનવામાં આવે છે કે આ ક્રેટર(ખાડો )દક્ષિણ-ધ્રુવ એટકીન બેસિનની રચના પહેલા પણ બન્યો હશે. ખાસ વાત એ છે કે દક્ષિણ ધ્રુવ-એટકીન બેસિન એ ચંદ્રની સપાટી પર હાજર સૌથી મોટું અને સૌથી જૂનું ઈમ્પેક્ટ બેસિન છે. પ્રજ્ઞાન રોવર દ્વારા લેવામાં આવેલી તસવીરોમાં આ પ્રાચીન ક્રેટરની રચના વિશે પણ માહિતી આપવામાં આવી છે. જે ચંદ્ર વિશે ઘણા મહત્વપૂર્ણ સંકેતો આપી શકે છે.

23 ઓગસ્ટે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું

એવા અહેવાલ છે કે પ્રજ્ઞાન રોવર પાસેથી ક્રેટર સહિતની માહિતીએ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધાર્યો છે. આ ક્રેટર વિશેની માહિતી ચંદ્રના પ્રારંભિક ઇતિહાસ અને તેની સપાટી વિશેની આપણી સમજને નવી દિશા આપી શકે છે. ચંદ્રયાન-3 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી 23 ઓગસ્ટે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button