આપણું ગુજરાતરાજકોટ

Rajkot ની મારવાડી યુનિવર્સિટીમાં સ્નાન કરતા વિડીયોના મુદ્દે બબાલ, પોલીસે સ્થિતિ થાળે પાડી

રાજકોટ: રાજકોટ(Rajkot)શહેરની મારવાડી યુનિવર્સિટી વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં યુનિવર્સિટીમાં યુવતીના વીડિયો મુદ્દે બબાલ થતા વિધાર્થીઓના ટોળા ભેગા થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, હોસ્ટેલમાં રહેતી આંધપ્રદેશની બે યુવતીઓ વચ્ચે આ વિવાદ થયો હતો. જેમાં સ્નાન કરતી વખતે એક વિધાર્થીનીએ અન્ય વિધાર્થીનીનો વીડિયો ઉતારી તેને વાયરલ કરતા બંને વચ્ચે મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

હોસ્ટેલમાં યુવતીના સ્નાન કરતો વીડિયો બનાવ્યો

રાજકોટ ખાતે આવેલી મારવાડી યુનિવર્સિટીમાં  હોસ્ટેલની વ્યવસ્થા પણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી છે. મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનીનો સ્નાન કરતા સમયનો વીડિયો બનાવી લેતા વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલ થઈ હતી. ત્યારે મોડી રાત્રે એકા એક હોસ્ટેલમાં હોબાળો થયો હતો. આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાં સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીનીઓ સગીર હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરંતુ સમગ્ર બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અગાઉ પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી.

યુનિવર્સિટીમાં પહેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા

રાજકોટની મારવાડી યુનિવર્સિટી હંમેશા વિવાદમાં રહેતી યુનિવર્સિટી છે. આ અગાઉ યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળી આવ્યા હતા તેમજ પોલીસે આ મામલે એફએસએલમાં તપાસ માટે  છોડ મોકલ્યા હતા. તેમાં પણ સામે આવ્યું કે ગાંજાના છોડ હતા. કોલેજના વિધાર્થીઓ દ્રારા આ ગાંજાના છોડ વાવવામાં આવ્યા હતા. જ્યારે મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ ઉગાડવાની વાત સામે આવ્યા બાદ આ મામલે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…