મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ઐશ્વર્યા રાયે કોને આઁખ મારી રહી છે! અભિષેકનું શું થશે!

બ્યુટીક્વિન ઐશ્વર્યા રાય આજકાલ તેના ઘરેલું વિવાદને કારણે ચર્ચામાં છે. હાલમાં તે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે, પરંતુ તેના ચાહકોના દિલ પર તે આજે પણ રાજ કરે છે. એશ્વર્યા હાલમાં જ દુબઈમાં એવોર્ડ સમારંભમાં હાજરી આપવા માટે ગઈ હતી. ત્યારબાદ હવે ઐશ્વર્યા દીકરી આરાધ્યા બચ્ચન સાથે પેરિસ ફેશન વીકમાં પહોંચી છે. આ ઇવેન્ટના એશ્વર્યાના વીડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે અને હંમેશની જેમ આ વખતે પણ અભિનેત્રીનો લુક ચર્ચામાં આવ્યો છે.

એશ્વર્યા રાય પેરિસ ફેશન વીકમાં પ્રિન્ટેડ ઓવર સાઈઝ લોંગ જેકેટ પહેરેલી જોવા મળી હતી. તેણે મિડલ પાર્ટીંગ સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા અને હળવો ગ્લોઇંગ મેકઅપ સાથે તેનો લુક પૂરો કર્યો હતો.

એક વીડિયોમાં ઐશ્વર્યા કેમેરા સામે જોતી અને આંખ મારતી જોવા મળે છે. દુનિયાભરના ચાહકો તેની આ મારકણી અદા પર ફિદા થઈ ગયા છે. ચાહકોનો માનવું છે કે એશ્વર્યા ફરીથી પહેલાના તેના ખુશનુમા અંદાજમાં પાછી આવી ગઈ છે. ઐશ્વર્યાને આ રીતે ખુશ જોઈને તેના ફ્રેન્ડસ પણ ઘણા જ ખુશ થયા છે. જોકે, તમને ચોખવટ કરી દઇએ કે ઐશ્વર્યાએ કેમેરા સામે જોઇને આંખ મારી હતી, તેથી અભિષેક બચ્ચને ડરવાનું કોઇ કારણ નથી.

એશ્વર્યા જ્યાં હોય ત્યાં તેની સાથે તેની સપોર્ટ સિસ્ટમ તો હોય જ. અમે અહીં તેની વહાલી દીકરી આરાધ્યાની વાત કરી રહ્યા છે જે એશ્વર્યાની મોટી સપોર્ટ સિસ્ટમ છે. આરાધ્યા પણ ઐશ્વર્યાની સાથે જોવા મળી હતી. આરાધ્યાએ ગુલાબી સ્વેટ શર્ટ અને જીન્સ પહેર્યું હતું અને તે પણ ઘણી જ સુંદર લાગી રહી હતી. ફેન્સ માટે ઐશ્વર્યા અને આરાધ્યાને સાથે જોવી એ એક લહાવો હતો. તમે પણ આ વીડિયો જુઓ અને તમને ઐશ્વર્યા રાયની અદા કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button