નેશનલ

Pujnabમાં ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર, ડ્રાઈવરની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના

ભટિંડા: દેશના અલગ અલગ રાજ્યમાં ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્ર હજુ પણ ચાલી રહ્યા છે. જેમાં ગત મોડી રાત્રે
પંજાબના(Pujnab) ભટિંડામાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જેમાં કેટલાક તોફાની તત્વોએ રવિવારે મોડી રાત્રે રેલ્વે ટ્રેક પર એક ડઝન લોખંડના સળિયા મૂકી દીધા હતા. પરંતુ ટ્રેન ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે ટ્રેક પર સળિયા હોવાના કારણે ભટિંડા આવતી માલગાડીને 45 મિનિટ સુધી દિલ્હી રેલવે ટ્રેક પર રોકવી પડી હતી.

આરપીએફ પોલીસ ઘટના સ્થળે પહોંચી

ભટિંડાના બાંગી નગરમાં રેલ્વે ટ્રેક નાખવામાં આવ્યો છે. આવી અનેક ઘટનાઓ અહીં નોંધાઈ ચૂકી છે. આ ઘટના સ્થળ નજીક રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ ઘટનાની માહિતી મળતા જ આરપીએફ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળની તપાસ કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે રેલવે લાઇનની નજીક રેલવે ઓવરબ્રિજનું બાંધકામ ચાલી રહ્યું છે. આરપીએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘણા તોફાની લોકો આ પ્રકારનું કામ કરે છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.

આ પણ વાંચો : 10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા પકડાઇ

ટ્રેનના ડ્રાઈવરે સતર્કતા બતાવી

ભટિંડા રેલ્વે ટ્રેક પર સળિયા મૂકવાની આ ઘટના સવારે લગભગ 3 વાગ્યે પ્રકાશમાં આવી હતી. જ્યારે ધીમી ગતિએ ચાલતી ટ્રેનના લોકો પાયલોટે અચાનક રેલવે ટ્રેક પર એક વસ્તુ પડેલી જોઈ. ડ્રાઈવરે સમયસર ઈમરજન્સી બ્રેક લગાવી અને વસ્તુનું નિરીક્ષણ કરવા નીચે ઉતર્યો. તેણે નજીક જઈને જોયું તો તેને રેલવે ટ્રેક પર લોખંડના સળિયા પડ્યા હતા. લોકો પાયલોટે ત્યાંથી લગભગ એક ડઝન સળિયા હટાવ્યા. આ ઘટના અંગે રેલવે પોલીસ ફોર્સને પણ જાણ કરી હતી.

આ ટ્રેક પરથી ઘણી ટ્રેનો પસાર થાય છે

જો ટ્રેન ડ્રાઈવરને સમયસર આ વાતનો ખ્યાલ ન આવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. કારણ કે ભટિંડા-દિલ્હી રેલ્વે ટ્રેક પર દરરોજ અડધો ડઝન પેસેન્જર ટ્રેનો પસાર થાય છે. આ પહેલા પણ દેશના ઘણા ભાગોમાં આવા ષડયંત્રનો પર્દાફાશ થઈ ચૂક્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button