દિવાળી વેકેશનમાં રાજસ્થાન ફરવા થઈ જાવ તૈયાર: રેલવેએ શરૂ કરી બે સ્પેશિયલ ટ્રેન
અમદાવાદ: ગુજરાતથી રાજસ્થાન ફરવા માટે પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. આ દરમિયાન મુસાફરોને પણ ઘણી અગવડતાનો સામનો કરવો પડતો હોય છે. જો કે હવે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની માંગ પૂરી કરવાના ઉદ્દેશથી ઉધના અને હિસાર તથા વડોદરા અને હિસાર વચ્ચે વિશેષ ભાડા પર વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોનું ટાઈમટેબલ નીચે પ્રમાણે છે :
ટ્રેન નંબર 09037 ઉધના-હિસાર સ્પેશયલ:
ટ્રેન નંબર 09037 ઉધના-હિસાર સ્પેશયલ મંગળવાર, 24 સપ્ટેમ્બર, 2024 ના રોજ ઉધનાથી 22.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.30 કલાકે હિસાર પહોંચશે. આ ટ્રેન માર્ગમાં સૂરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, ફુલેરા, રીંગસ, નારનૌલ, રેવાડી અને ભિવાની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.
ટ્રેન નંબર 09137 વડોદરા-હિસાર સ્પેશયલ:
ટ્રેન નંબર 09137 વડોદરા-હિસાર સ્પેશયલ બુધવાર, 25 સપ્ટેમ્બર, 2024 ના રોજ વડોદરાથી 23.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20.30 કલાકે હિસાર પહોંચશે.આ ટ્રેન માર્ગમાં આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, ફુલેરા, રીંગસ, નારનૌલ, રેવાડી અને ભિવાની સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને દ્વિતિય શ્રેણીના સામાન્ય ડબ્બાઓ હશે.
ક્યારથી શરૂ થશે ઓનલાઈન બુકિંગ:
ટ્રેન નંબર 09037 અને 09137 નું બુકિંગ 23.09.2024 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.