વેપાર

અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ₹ ૩૩,૭૦૦ કરોડની લેવાલી

નવી દિલ્હી: ભારતીય ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકતા વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં અથવા તો ગત શુક્રવાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં રૂ. ૩૩,૭૦૦ કરોડ ઠાલવ્યા છે. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં માસિક ધોરણે બીજી વખતનો સૌથી મોટો આંતરપ્રવાહ જોવા મળ્યો છે. આ પૂર્વે ગત માર્ચ મહિનામાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો રૂ. ૩૫,૧૦૦ કરોડનો આંતરપ્રવાહ રહ્યો હતો.

જોકે, આગામી દિવસોમાં એફપીઆઈ (ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર)ની લેવાલી જળવાઈ રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી કે વિજયકુમારે જણાવ્યું હતું. ગત ૧૮મી સપ્ટેમ્બરે અમેરિકી ફેડરલ રિઝર્વે ૫૦ બેસિસ પૉઈન્ટના બમ્પર રેટ કટની જાહેરાત સાથે નાણાનીતિ હળવી કરવાના સંકેતો આપતા એફપીઆઈની લેવાલી આક્રમક બની હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વે વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં વ્યાજદર ઘટાડીને ૩.૪ ટકાના સ્તરે લાવવાના સંકેત આપતા બૉન્ડની યિલ્ડમાં ઘટાડો થવાથી વિદેશી રોકાણકારો રોકાણ માટે પુન: ઊભરતી બજારો તરફ વળ્યા છે.

ડિપોઝિટરીઝ તરફથી પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં ગત ૨૦મી તારીખ સુધી ફોરેન પોર્ટફોલિયોનું ઈક્વિટીમાં ચોખ્ખું રોકાણ રૂ. ૩૩,૬૯૧ કરોડનું રહ્યું છે. આ સાથે જ આ વર્ષમાં અત્યાર સુધીમાં તેઓનું ઈક્વિટીમાં રોકાણ રૂ. ૭૬,૫૭૨ કરોડના સ્તરે પહોંચ્યું છે. એકંદરે ગત એપ્રિલ અને મે મહિનામાં એફપીઆઈની રૂ.૩૪,૨૫૨ કરોડની વેચવાલી રહ્યા બાદ પુન: જૂન મહિનાથી લેવાલી શરૂ થઈ છે.

વધુમાં અન્ય એક રિસર્ચ એનાલિસ્ટ ફર્મ ગોલ્ફીના સ્થાપક અને સીઈઓ તથા સ્મોલકેસ મેનેજર રોબિન આર્યાએ જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ફેડરલનું હળવી નાણાનીતિનું વલણ ઉપરાંત સ્થાનિક સ્તરે ડૉલર સામે રૂપિયામાં સુધારો તથા નિકાસ ક્ષેત્રે પડકારો હોવા છતાં ભારતીય અર્થતંત્રમાં જોવા મળેલા મક્કમ અન્ડરટોનને કારણે રોકાણકારો ભારતીય બજાર તરફ આકર્ષાયા છે.

દેશમાં સમતુલિત રાજકોષીય ખાધ, રેટ કટની ભારતીય ચલણ પર પડેલી અસર, મજબૂત વૅલ્યુએશન્સ અને સ્થાનિકમાં ફુગાવો અંકુશ હેઠળ રાખવા માટે રિઝર્વ બૅન્કનું વલણનો લાભ ખાસ કરીને ભારત જેવી ઊભરતી બજારને મળ્યો હોવાનું બીડીઓ ઈન્ડિયાના પાર્ટનર અને એફએસ ટેક્સ, ટેક્સ અને રેગ્યુલેટરી સર્વિસીસનાં અગ્રણી મનોજ પુરોહિતે જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તબક્કે મુખ્ય ચિંતાનો વિષય ઊંચા વૅલ્યુએશન્સ જ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…