આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૨૩-૯-૨૦૨૪ સાતમનું શ્રાદ્ધ
ભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૬
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૬
પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૧૦મો આવા, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૯મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૨૦મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર રોહિણી રાત્રે ક. ૨૨-૦૬ સુધી, પછી મૃગશીર્ષ.
ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૩ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮, સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૫, સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ
ભરતી : બપોરે ક. ૧૫-૧૦, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૧૬ (તા. ૨૪)
ઓટ: સવારે ક. ૦૯-૦૫, રાત્રે ક. ૨૧-૧૦
વ્રત પર્વાદિ : વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – ષષ્ઠી. ચંદન છઠ્ઠ, સાતમનું શ્રાદ્ધ, બુધ ક્ધયામાં ક. ૧૦-૧૦, ભારતીય આશ્ર્વિન માસારંભ, વિષ્ટિ ક. ૧૩-૫૧ થી ૨૫-૦૯.
મુહૂર્ત વિશેષ: શ્રી મિત્રતા કરવી, શ્રી વિષ્ણુ -લક્ષ્મી પૂજા, ધ્રુવ દેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, જાંબુનાં ઔષધીય પ્રયોગો, પાટ અભિષેક પૂજા, ધજા-કળશ-પતાકા ચઢાવવી,બગીચાનાં કામકાજ, જાંબુનું વૃક્ષ વાવવું, દસ્તાવેજ, દુકાન, વેપાર, ખેતીવાડીનાં નિત્ય થતાં કામકાજ, બી વાવવું, ધાન્ય ભરવું, ધાન્ય વેચવું,િ મત્રતા કરવી.
શ્રાદ્ધ પર્વ: સાતમ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. સાતમનું શ્રાદ્ધ યજ્ઞ કર્યા જેવું ફળ આપે છે. શ્રાદ્ધ વિશેનું વર્ણન અમાપ છે. શ્રાદ્ધને સમજવા માટે પ્રથમ શ્રદ્ધા આવશ્યક છે. જરૂરિયાતમંદોને ભોજન એ પ્રથમ માર્ગ છે. અનેક સમાજસેવાનાં કાર્યો પણ શ્રાદ્ધ નિમિત્તે કરી શકાય, બ્રાહ્મણ દ્વારા નદી સંગમ, તીર્થોમાં શ્રાદ્ધ, અને પોતાના ઘરે તર્પણ શ્રાદ્ધ થઈ શકે તેમ છે. જેમ ગણેશ મહાપર્વની ઉજવણી થઈ તેમ પિતૃદેવતાઓને શ્રદ્ધાનો ભાવ અર્પણ કરવા માટે ભાદ્રપદનું શ્રાદ્ધ ઉત્તમ અવસર છે.
આચમન: ચંદ્ર શનિ ચતુષ્કોણ કાર્ય ક્ષેત્રે પરિશ્રમ જણાય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર શનિ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ/ ક્ધયા, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચૂન-મીન, વક્રી પ્લુટો-મકર.