આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

રાજ્યના કોઈપણ ખૂણે સાત કલાકમાં પહોંચી શકાશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમે વિકાસના કામોમાં સ્પીડ બ્રેકર નથી લગાવી રહ્યા, પરંતુ અમારી સરકાર સ્પીડ બ્રેકર હટાવીને વિકાસને પ્રોત્સાહન આપી રહી છે. મહારાષ્ટ્ર ફરીથી દેશનું નંબર વન રાજ્ય બની ગયું છે જે ઉદ્યોગ, જીડીપી અને કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિદેશી રોકાણની બાબતમાં દેશનું પાવરહાઉસ બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યભરમાં લગભગ 5 હજાર કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં રાજ્યના કોઈપણ ખૂણામાં જવું હોય તો માત્ર છથી સાત કલાકનો સમય લાગશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે મુંબઈ-થાણેના લોકો ફક્ત 40 મિનિટમાં મુંબઈથી ઘોડબંદર રોડ પહોંચી જશે એવા કામો ચાલી રહ્યા છે એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું.

નીતિ આયોગના રિપોર્ટ અનુસાર થાણે જિલ્લાને વૈશ્ર્વિક આર્થિક હબ બનાવવા માટે એમએમઆર વિસ્તારોમાં બધા માટે આવાસ, માહિતી અને ટેકનોલોજી, ઉદ્યોગ 4.0, પર્યાવરણ અને રોજગાર સર્જન મુખ્ય પાંચ ક્ષેત્રો છે.
મહારાષ્ટ્ર દેશનું પાવર હાઉસ બનશે, જેનો અર્થ છે કે મહારાષ્ટ્રમાં આટલી ક્ષમતા છે. મહારાષ્ટ્ર ફરીથી નંબર વન પર આવી ગયું છે અને જીડીપી, ઉદ્યોગ, વિદેશી રોકાણના સંદર્ભમાં નંબર વન બની ગયું છે. દેશમાં કુલ વિદેશી રોકાણના બાવન ટકા એકલા મહારાષ્ટ્રમાં આવ્યા છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ મહારાષ્ટ્ર નંબર વન છે અને હવે પર્યાવરણનો વિષય લેવામાં આવ્યો છે. એનજીઓના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અટલ સેતુ બન્યા પછી ખાડીમાં ફ્લેમિંગો બમણા થઈ ગયા છે. થાણેમાં પણ ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે, ઈસ્ટર્ન ફ્રી વેનું વિસ્તરણ મુંબઈના છેડા નગર સર્કલથી સાકેત બાયા આનંદ નગરથી સીધા બાલકુમથી ઘોડબંદર રોડ પર ફાઉન્ટેન હોટેલ સુધી જોડવામાં આવશે. જેથી વાહનો મુંબઈથી અમદાવાદ થઈ ઘોડબંદર રોડ થઈને 40 મિનિટમાં સિગ્નલ ફ્રી મુસાફરી કરી શકશે. થાણે બોરવલી સબ-વે મુસાફરી કરવા માટે 20 મિનિટ લાગશે. રાજ્યની પ્રગતિ માટે રોડ, રેલ, પાણી અને હવાઈ જોડાણ વધારવું જરૂરી હોવાથી હવે પાલઘરમાં ત્રીજું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. છેલ્લા બે મહિનામાં લગભગ બે લાખ કરોડના કરાર થયા છે અને અન્ય રાજ્યો કરતાં ઉદ્યોગોને વધુ સારી સુવિધા આપીને ઉદ્યોગોનો વિસ્તાર કરવો જોઈએ તો જ રોજગારી વધશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની સાથે પ્રવાસન પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે થાણેમાં ક્લસ્ટર ડેવલપમેન્ટમાં પાંચ ઈમારતોનું કામ શરૂ થઈ ગયું છે. સિડકોએ પણ 17000 ઘરોનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…