બેશરમ! કચ્છમાં એક વિકૃત શખ્સે ગાય સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય: પંથકમાં આક્રોશ
ભુજ: મુંદ્રા તાલુકાના નાના કપાયા ગામમાંથી માનવજાતને લજવતો કિસ્સો સામે આવ્યો છે જેમાં મધરાત્રીએ વોચમાં રહેલા કેટલાક યુવકોએ ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી રહેલા એક વિકૃત યુવાનને રંગેહાથ પકડીને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
આ શરમજનક બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ નાના કપાયા વિસ્તારમાં ચોરીની ઘટનાઓમાં ઇજાફો થતો હોઈ કંટાળેલા કેટલાક સ્થાનિકોએ રાતના સમયે વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતું. ગઈકાલે રાત્રે યુવાનો વોચમાં હતા ત્યારે આ શંકાસ્પદ શખ્સ નિકળ્યો જેથી તેની કરતુત પર નજર રાખતા હતા એ દરમ્યાન આ શખ્સ રસ્તે બેઠેલી ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતાં સ્થાનિકો તેને પકડવા દોટ લગાવી હતી.
જોકે આરોપી ભાગી ગયો જેથી ગામના અન્ય લોકોને જાણ કરી પીછો કરવામાં આવતા ગોયરસમામાં કંપનીની પાછળ બાવળની ઝાડીમાંથી આ વિકૃત શખ્સને ઝડપી મુંદરા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલા આધારકાર્ડમાં તે ઉત્તરપ્રદેશના ચાંદોલી જિલ્લાનો હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : કચ્છમાં અંગ દઝાડતો ભાદરવી તાપ: ભુજમાં તાપમાનનો પારો 36એ પહોંચ્યો
શરમજનક કૃત્યને અંજામ આપનાર શખ્સેે બેશરમ બનીને એવી કબુલાત આપી હતી કે, તેણે એકથી વધુ મૂંગા પશુઓ સાથે આ પ્રમાણે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા મુંદરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આવા માનસીક વિકૃત શખ્સ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ બાબતે મુંદરા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.