Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો...

વાત જ્યારે દુનિયાના મોટા ઘરની થઈ રહી હોય તો મગજમાં નામ આવે બકિંગહામ પેલેસ, એન્ટિલિયા વગેરે વગેરે... 

શું તમને ખબર છે કે ભારતમાં જ એક એવું ઘર આવેલું છે જે આ બંને ઘરથી પણ મોટું છે? 

ચાલો જોઈએ ક્યાં આવેલું છે ઘર? અને કોની માલિકીનું છે આ ઘર...

અહીં વાત થઈ રહી છે વડોદરામાં આવેલા લક્ષ્મી વિલાસ પેલેસની, આ મહેલમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડ રહે છે

આ ઘરમાં રાધિકા રાજે ગાયકવાડ તેમના પતિ અને દીકરીઓ સાથે રહે છે

3,04,92,000 સ્ક્વેર ફૂટના એરિયામાં આવેલું આ પેલેસ બકિંગહામ પેલેસ અને એન્ટિલિયા કરતાં પણ અનેકગણું મોટું છે

આ મહેલની કિંમત 24,000 કરોડ રૂપિયા હોવાનો દાવો અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે

આ મહેલની ખાસિયત વિશે વાત કરીએ તો આ મહેલ ઐતિહાસિક વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે

170 રૂમ, સુંદર બગીચો અને અનોખી સજાવટ માટે આ પેલેસ પ્રસિદ્ધ છે, રાજ પરિવારના ઐતિહાસિક વારસાની કથા બયાન કરે છે

આ મહેલની ગણતરી તો દુનિયાના સૌથી સુંદર ઘરમાં કરવામાં આવે જ છે

પણ મહેલના મહારાણી રાધિકા રાજે ગાયકવાડની ગણતરી પણ ભારતની સૌથી સુંદર મહિલાઓમાં કરવામાં આવે છે

હવે જ્યારે પણ વડોદરા જાવ ત્યારે આ સુંદર મહેલની મુલાકાત ચોક્કસ લેજો...