લગ્નના એક દિવસ બાદ હનીમૂન નહીં, પણ થેરેપી લેવા પહોંચ્યું આ બોલિવૂડ કપલ…
બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, અભિનેતા, ગાયક ફરહાન અખ્તરને કોણ નથી જાણતું. ફરહાને અભિનેત્રી અને મોડલ વીજે શિબાની દાંડેકર સાથે બીજા લગ્ન કર્યા છે. બંનેએ 2022માં લગ્ન કર્યા હતા. અભિનેતાએ તેના પ્રથમ લગ્નમાં ડિવોર્સ લીધા છે અને તેને બે પુત્રીઓ છે. ફરહાન અને શિબાનીએ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2022માં લગ્ન કર્યા હતા. હાલમાં જ આ કપલ એક પોડકાસ્ટમાં જોવા મળ્યું હતું, જ્યાં તેઓએ તેમના અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરી હતી. આપણે એ વિશે જાણીએ.
આ પણ વાંચો : લો બોલો! લગ્ન પછી પણ બધાની સામે સોનાક્ષી સિંહાનો હાથ પકડતા ડરે છે ઝહીર ઈકબાલ…
બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી પોતાનું પોડકાસ્ટ ચલાવી રહી છે, જેમાં બોલિવૂડ સેલેબ્સ ગેસ્ટ તરીકે આવે છે અને તેમના અંગત જીવન વિશે ખુલીને વાત કરે છે. તાજેતરમાં, બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર કપલ રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ પર દેખાયા હતા. આ કપલ એટલે ઝિંદગી ના મિલેગી દોબારા ફેમ એક્ટર ફરહાન અખ્તર અને તેની બીજી પત્ની શિબાની દાંડેકર. રિયા ચક્રવર્તી અને શિબાની ખૂબ જ સારા મિત્રો છે. ફરહાન અખ્તરની પહેલી પત્ની આધુના ભાબાની હતી. આધુના અને ફરહાન લગ્નના 16 વર્ષ પછી અલગ થઈ ગયા અને પછી શિબાનીએ ફરહાનના જીવનમાં પ્રવેશ કર્યો.
શિબાનીએ રિયા ચક્રવર્તીના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તે હિંદુ છે અને ફરહાન મુસ્લિમ હોવા ઉપરાંત બીજવર ગણાય. એટલે લોકો તેને ઘણી ટ્રોલ કરતા હતા કે તે ગોલ્ડ ડીગર છે. તેણે બીજવર પસંદ કર્યો. આ લવ જિહાદ છે, પણ જે હોય તે, અમે અમારા પરિણીત જીવનમાં ઘણા ખુશ છીએ. લોકોને જે કહેવું હોય તે કહે.
શિબાનીએ એ પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે ફરહાન સાથે લગ્ન બાદ તેઓ હનીમૂન પર નહીં પણ એક થેરાપિસ્ટ પાસે ગયા હતા. અમે કપલ્સ થેરાપી શરૂ કરી હતી. અમે સોમવારે લગ્ન કર્યા હતા અને અમારી થેરાપિસ્ટ સાથે આગામી મુલાકાત બુધવારે હતી. અમે જ્યારે થેરાપિસ્ટ પાસે ગયા ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો અને સવાલ કર્યો હતો કે તમે અહીં કેમ છો. તમારા લગ્નને તો હજી એક દિવસ જ થયો છે.
શિબાની માને છે કે કપલ થેરેપી એ જીમ જવા જેવું છે. તમારે સતત કરવું પડે, તો જ એની અસર દેખાય. કેટલીકવાર થેરાપી સેશન દરમિયાન, તેઓ બંનેને વાત કરવા માટે કંઈ જ ટોપિક નહોતો મળતો, પરંતુ કેટલીકવાર તેમને વાત કરવામાં માટે એક કલાકથી વધુ સમય પસાર થઇ જતો હતો.
શિબાનીએ જણાવ્યું હતું કે થેરાપી તમને તર્ક અને દલીલ કરવામાં અને સમજવામાં ઘણી મદદ કરે છે. તેણે કહ્યું કે જ્યારે પણ તેમની વચ્ચે ઝઘડો થાય છે, ત્યારે તેઓ તેને ઘરે ઉકેલવા માંગે છે, પરંતુ ફરહાન આ બાબતની વાત માત્ર થેરાપીના દિવસોમાં જ કરે છે. તેઓ તે દિવસે જ આ અંગે ચર્ચા કરે છે. તેથી જ તેઓ થેરાપિસ્ટ પાસે જવાના દિવસની રાહ જુએ છે.