IND Vs BAN: અશ્વિને અકરમનો તોડ્યો વિક્રમ, પિતા સાથે અશ્વિને કર્યું કંઈક આવું…
ચેન્નઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ ચાર દિવસમાં સમેટાઈ ગઈ અને ભારત શાનદાર રીતે બાંગ્લાદેશ સામે મેચ પણ જીતી ગયું. ટીમ ઈન્ડિયાએ સૌથી મોટા 280 રનના માર્જિનથી જીતી ટેસ્ટ મેચના રેન્કિંગમાં પણ આગેકૂચ કરી છે. બે ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતીય ટીમ 1-0થી આગળ વધી ગયું છે.
આ મેચમાં અનેક વિક્રમો રચાયા, જે પૈકી ભારતીય ટીમમાં મિડલ ઓર્ડર આક્રમક બેટિંગ અને બોલિંગ કરીને રવિચંદ્રન અશ્વિને નવો ઈતિહાસ રચ્યો. આક્રમક બોલર વસીમ અકરમનો રેકોર્ડ તોડવાની સાથે બીજા નવા રેકોર્ડ પણ બ્રેક કર્યા હતા, પરંતુ સૌથી રસપ્રદ બાબત એ હતી કે મેચ જીત્યા પછી અશ્વિન પિતાને ભેટી પડ્યો હતો, જે ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. એક યૂઝરે લખ્યું હતું કે ફ્રેમ ઓફ ધ ડે.
અશ્વિને ભારત અને બાંગ્લાદેશની ટેસ્ટ મેચમાં પહેલા સદી ફટકારીને 113 રન ફટકાર્યા હતા, જ્યારે બીજી ઈનિંગમાં છ વિકેટ ઝડપીને નવો રેકોર્ડ રચ્યો હતો. અશ્વિનના સુપર પર્ફોરમન્સને કારણે તેને પ્લેયર ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. એવોર્ડ જીત્યા પછી સૌથી પહેલા પોતાના પિતા પાસે દોડી ગયો હતો અને તેમને ગળે ભેટી પડ્યો હતો. પિતાના આશીર્વાદ લીધા હતા. સોશિયલ મીડિયા પર અશ્વિનની વર્તણૂકની નોંધ લઈને તેના પર લોકોએ પ્રશંસાના ફૂલ બાંધ્યા હતા.
રેકોર્ડ બ્રેક ઈનિંગ અને વિકેટ ઝડપવાની સાથે અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ટોચના બોલરની હરોળમાં આવ્યો હતો. સૌથી પહેલા ક્રમે મુથૈયા મુરલીધરન (816), શેન વોર્ન (724), મેકગ્રા (717), એન્ડરસન (567) પછી હવે પાંચમા ક્રમે અશ્વિનનો નંબર આવે છે. પાંચમા ક્રમે રહીને અશ્વિને વસીમ અકરમનો રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમનો આ પહેલા 537 વિકેટ લેવાનો રેકોર્ડ હતો, જ્યારે બ્રેટ લીએ 535 વિકેટ ઝડપી હતી.
An emotional hug with Ashwin & his father after winning the Player of the match award. ❤️
— Johns. (@CricCrazyJohns) September 22, 2024
– Frame of the day. pic.twitter.com/ec2qzGWbay
આ પણ વાંચો : IND vs BAN 1st test: અશ્વિનને ગણાવ્યો ‘બાંગ્લાદેશનો બાપ’ , વિરાટ-રોહિત ટ્રોલ થયા, સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
આજે બાંગ્લાદેશ દિવસની શરુઆત ચાર વિકેટે 158 રનશી રમત શરુઆત કરી હતી, જે 234 રને ઓલઆઉટ થઈ હતી. બાંગ્લાદેશ વતીથી કેપ્ટન નજમુલ હસન શંટોએ 127 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ સિકસરની મદદથી 82 રન કર્યા હતા, પરંતુ સામેપક્ષે કોઈ બેટરનો સાથ મળ્યો નહોતો. ભારતીય ટીમવતીથી અશ્વિને 88 રન આપીને છ વિકેટ ઝડપી હતી, જ્યારે બોલિંગમાં જાડેજાએ સપોર્ટ આપ્યો હતો, જેને 58 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.