સ્પોર્ટસ

Rohit Sharma: ચેન્નઈ ટેસ્ટમાં ફ્લોપ છતાં રોહિત શર્માએ તોડ્યો સચિનનો આ રેકોર્ડ…

ચેન્નઈ: ઇન્ડિયન ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ(IND vs BAN Test series)ની પ્રથમ મેચમાં 280 રને જીત મેળવી હતી. ચેન્નઈમાં રમાયેલી મેચમાં ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) ફ્લોપ રહ્યા હતાં. ભારતને આ મેચમાં જીત અપવવાનામાં રવિચંદ્રન અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો : વિરાટ કોહલી વિરુદ્ધ સ્ટીવ સ્મિથ, માઇન્ડ ગેમ અત્યારથી શરૂ

કેપ્ટન રોહિત શર્મા ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો, છતાં તેણે એક ખાસ યાદીમાં સચિન તેંદુલકરને પાછળ છોડી દીધો છે. ટીમ ઈન્ડિયા તરફથી રમતી વખતે સૌથી વધુ જીતનો ભાગ રહેવા મામલામાં રોહિત સચિન તેંડુલકરથી આગળ નીકળી ગયો છે. મહેન્દ્ર સિંહ ધોની પણ આ મામલે પાછળ છે. જો કે રોહિત હજુ પણ વિરાટ કોહલીથી પાછળ છે.

રોહિત 308 મેચોમાં ભારતીય ટીમની જીતનો ભાગ રહ્યો છે. અત્યાર સુધી રોહિત ટીમ ઈન્ડિયા માટે કુલ 483 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન 19,234 રન બનાવ્યા છે. સચિન 307 મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો ભાગ રહ્યો છે. જ્યારે વિરાટ કોહલી 322 મેચમાં જીતનો ભાગ રહ્યો છે. આ યાદીમાં ધોની ઘણો પાછળ છે. જો આપણે એકંદર યાદી પર નજર કરીએ તો રિકી પોન્ટિંગ ટોપ પર છે. તે 377 જીતનો ભાગ રહ્યો છે.

ચેન્નઈ ટેસ્ટમાં કેપ્ટન રોહિત કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે પ્રથમ ઇનિંગમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ પ્રથમ ઇનિંગમાં 6 રન અને બીજી ઇનિંગમાં 17 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચો : IND vs BAN: વિરાટ આઉટ હતો કે નહીં? ગિલ અને ખુદ કોહલી બેમાંથી કોની ભૂલ?

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરમાં રમાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button