ભીના વાળ, નશીલી આંખો… Aishwarya Rai-Bachchanના એ વાઈરલ ફોટો જોઈને Bachchan Family…
ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બી-ટાઉનની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. કરોડો દિલની ધડકન ઐશ્વર્યા રાયે 1990માં મિસ વર્લ્ડનો ખિતાબ જિતીને દેશનું નામ રોશન કર્યું હતું. 1997માં તમિળ ફિલ્મ ઈરુવર અને બોલીવૂડ ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી ફિલ્મી દુનિયામાં પા પા પગલી કરી હતી. પોતાના ફિલ્મી કરિયરમાં ઐશ્વર્યાએ અનેક હિટ ફિલ્મો આપી છે, પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના જૂના ફોટો વાઈરલ થઈ રહ્યા છે, જેને જોઈને તમામ ચોંકી ઉઠ્યા છે. આવો જોઈએ બચ્ચન પરિવારનું શું રિએક્શન હશે આ ફોટો પર…
ઐશ્વર્યાના ફોટો 1990નો છે. ઐશ્વર્યાએ એ સમયે એક મેગેઝીનના કવર પેજ માટે આ ફોટો શૂટ કરાવ્યું હતું. આ વાઈરલ ફોટોમાં ઐશ્વર્યાની સુંદરતાનો કોઈ જવાબ નથી. એશની ભૂરી ભૂરી આંખો ફેન્સના દિલ ચીરીને સોંસરવી ઊતરી ગઈ છે. આ વાઈરલ ફોટોમાં ઐશ્વર્યા એકદમ જંગલી બિલ્લી જેવી લાગી રહી છે. ભીના વાળ, બ્લ્યુ આંખો અને એક્સપ્રેશન ઐશ્વર્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો : બચ્ચન પરિવારના સદસ્યની વાતોએ રડાવી Aishwaryaને, જોતો રહ્યો Abhishek Bachchan…
ઐશ્વર્યાના આ ફોટો ભલે 29 વર્ષ જૂના હોય પણ આજે પણ દર્શકોના શ્વાસ થંભી ગયા હતા. ફેન્સ ઐશ્વર્યાના આ લૂકના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. એશના આ વાઈરલ ફોટો પર એક રેડિટ ફેને જણાવ્યું હતું કે સુંદરતાની મૂરત છે એશ… બીજા એક યુઝરે લખ્યું હતું આમ તો મને ઐશ્વર્યા મને ખાસ પસંદ નથી પણ એના આ ફોટો જોઈને તો હું પણ એનો ફેન થઈ ગયો છે. ઐશ્વર્યાના એક દિલફેંક ફેને આ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ આંખો મારી આત્મામાં ઉતરી ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સને લઈને રોજ રોજ નવી નવી વાતો સામે આવતી હોય છે. હાલમાં જ દુબઈના એક એવોર્ડ ફંક્શનમાં ઐશ્વર્યાને બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી નવાજવામાં આવી હતી, એ સમયે પણ દીકરી આરાધ્યા સાથેના ફોટો અને વીડિયો વાઈરલ થયા હતા.