તમારો Smartphone પણ Slow Charge થાય છે? આ સિમ્પલ ટિપ્સ ફોલો કરો…
મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયો છે. આજે મોબાઈલનો ઉપયોગ ના કરતી હોય એવી વ્યક્તિને શોધવાનું અઘરું છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જરૂરિયાતના સમયે જ મોબાઈલ ફોનની બેટરી ડેડ હોય છે કે પછી ફોનને ચાર્જ કરવા માટેનો સમય નથી હોતો, તો એવા સમયે શું કરવું, એવો સવાલ થાય એ સ્વાભાવિક છે? ચાલો આજે અમે તમને એક એવી ટ્રીક વિશે જણાવીએ કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી ઝડપથી તમારો ફોન ચાર્જ કરી શકશો…
આ પણ વાંચો: મોબાઈલની દુનિયામાં થશે પાર વગરના ફેરફાર……..સિમકાર્ડ અને ચાર્જરની ઝંઝટ જ ખતમ !
આપણામાંથી ઘણા લોકો એવી ફરિયાદ કરતાં હશે કે તેમનો સ્માર્ટ ફોન ઝડપથી ચાર્જ નથી થતો, જો તમને પણ આ સમસ્યા સતાવી રહી હતી તો તમારે આ લેખ છેલ્લે સુધી ચોક્કસ વાંચજો. કેટલીક એવી ટિપ્સ હોય છે કે જેને ફોલો કરીને તમે આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. ચાલો જોઈએ કઈ છે આ ટિપ્સ…
⦁ સૌથી પહેલાં અને મહત્ત્વની વાત એટલે ફોનને ઝડપથી ચાર્જ કરવા માટે તમારી પાસે ફાસ્ટ ચાર્જર હોય એ ખૂબ જ જરૂરી છે, એટલે તમે માર્કેટમાંથી એક ફાસ્ટ ચાર્જર ખરીદી લાવો. આ ફાસ્ટ ચાર્જરથી તમે ઝડપથી ફોન ચાર્જ કરી શકો છો.
⦁ આ ઉપરાંત સ્માર્ટફોનમાં કેટલાક એવા ફીચર્સ છે કે જે સૌથી વધારે બેટરી ડ્રેન કરે છે, જેમ કે વાઈફાઈ, બ્લ્યુ ટૂથ અને ડેટા વગેરે વગેરે… આ કારણે જ ફોન જ્યારે પણ ચાર્જ કરવા મૂકો ત્યારે આ તમામ એપ્સ બંધ કરી દો.
⦁ ત્રીજા ઓપ્શન વિશે વાત કરીએ તો જો તમને ઉપરના બંને ઓપ્શન ટ્રાય ના કરવા હોય તો તમે ફોન ચાર્જિંગમાં મૂકતી વખતે ફોન સ્વિચ ઓફ પણ કરી શકો છો. આ ઉપરાંત ફોન એરપ્લેન મોડમાં મૂકીને પણ ઝડપથી ફોન ચાર્જ કરી શકો છો.
⦁ ઘણા લોકોને આદત હોય છે કે ફોન ચાર્જિંગમાં મૂકીને પણ ફોનનો યુઝ કરે છે. આવું કરવાથી પણ ફોન ઝડપથી ચાર્જ થતો નથી. જો તમને પણ આ આદત હોય તો આજે જ બંધ કરી દો. તમારી આ આદતને કારણે તમારો ફોન પણ ઝડપથી હીટ થાય છે અને એને નુકસાન પહોંચે છે.
⦁ લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે ફોનને ચાર્જમાં મૂકો ત્યારે ફોનનું કવર કાઢીને એને ચાર્જિંગ મૂકો. આ સિમ્પલ ટ્રિક પણ તમારો ફોન ઝડપથી ચાર્જ કરવામાં મદદ કરશે.