નેશનલ

Rajasthan: ભારત પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, 22 દાણચોરના મકાન પર બુલડોઝર ચલાવાયું

જયપુર: રાજસ્થાનની(Rajasthan)ભજનલાલ સરકાર ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં ડ્રગ્સના દૂષણ ડામવા માટે મોટી કાર્યવાહી કરી રહી છે. ભારત- પાકિસ્તાન બોર્ડર પર શ્રી ગંગાનગરમાં પોલીસ દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કુલ 22 દાણચોરના મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

આ ઘટનાની વિગત મુજબ વર્ષ 2024માં અનેક ડ્રગ ડીલર પોલીસના હાથે ઝડપાયા હતા. તેમની સામે એનડીપીએસના ઘણા કેસ નોંધાયા હતા. આ ગુનેગારોના મકાનો, મિલકતો જપ્ત કરવામાં આવી હતી અને મકાનો પર બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા હતા.

આમાંના મોટાભાગના દાણચોરો પાકિસ્તાનથી આવતા હેરોઈન સપ્લાય કરતા હતા. પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા હેરોઈનના મોટા પેકેટો પણ મોકલવામાં આવે છે જેને જપ્ત કરવામાં આવ્યા છે. પંજાબની સરહદ હોવાને કારણે દાણચોરો અહીં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો પ્રયાસ કરે છે.

આ દાણચોરોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના ઘરોને બુલડોઝરથી દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી થોડા દિવસો પહેલા એક સાથે કરવામાં આવી હતી. એસપી ગૌરવ યાદવના નિર્દેશમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો

હાલમાં જ સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપીને સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આદેશ આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આગામી આદેશો સુધી દેશભરમાં ડિમોલિશન પર પ્રતિબંધ રહેશે. જો કે, આ હુકમ જાહેર માર્ગ, શેરી, વોટર બોડી, ફૂટપાથ, રેલ્વે લાઇન વગેરે પર ગેરકાયદે અતિક્રમણને લાગુ પડશે નહીં.

ડિમોલિશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૂર

સુનાવણીમાં જસ્ટિસ ગવઈએ કહ્યું કે અમે વર્ણનથી પ્રભાવિત નથી થઈ રહ્યા. અમે સ્પષ્ટ કર્યું છે કે અમે ગેરકાયદે બાંધકામને રક્ષણ આપવાના પક્ષમાં નથી. પરંતુ અમે એક્ઝિક્યુટિવ જજ નથી બની શકતા. ડિમોલિશનની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની જરૂર છે. તેની બાદ જસ્ટિસ બીઆર ગવઈએ આદેશમાં લખ્યું કે, રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ અથવા જાહેર સ્થળો પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામોને યોગ્ય પ્રક્રિયા સાથે તોડી પાડવાની મંજૂરી આપવામાં આવશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button