નેશનલ

PM Modi US Visit: અમેરિકાએ ભારતને સોંપી 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ, પીએમ મોદીએ

જો બાઈડનનો આભાર વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય અમેરિકાની(PM Modi US Visit)મુલાકાતે છે. આ દરમિયાન પીએમ મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતને ભેટ આપી હતી. અમેરિકાએ ભારતને 297 પ્રાચીન મૂલ્યવાન કલાકૃતિઓ સોંપી છે. આ કલાકૃતિઓને ભારતમાંથી વિદેશમાં દાણચોરી કરવામાં આવી હતી. અમેરિકાએ છેલ્લા 10 વર્ષમાં ભારતને આવી 578 ઐતિહાસિક વસ્તુઓ આપી છે.

અમેરિકાએ અગાઉ પણ પ્રાચીન વસ્તુઓ પરત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની અમેરિકાની મુલાકાતો પણ ભારતમાં પ્રાચીન વસ્તુઓ પરત કરવાના સંદર્ભમાં ઘણી સફળ રહી છે. વર્ષ 2021માં જ્યારે પીએમ મોદીએ અમેરિકાની મુલાકાત લીધી ત્યારે યુએસ સરકારે 157 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરી હતી. 12મી સદીની કાંસ્ય નટરાજની પ્રતિમા પણ 2021માં પરત કરવામાં આવેલ પ્રાચીન વારસામાં સામેલ હતી.

પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો

અમૂલ્ય પ્રાચીન કલાકૃતિઓને સોંપવા અંગે પીએમ મોદીએ કહ્યું કે આપણે સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બનાવવા પડશે અને સાંસ્કૃતિક સંપત્તિની ગેરકાયદે હેરફેર સામેની લડાઈને મજબૂત કરવી પડશે. ભારતને 297 અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ પરત કરવા બદલ હું રાષ્ટ્રપતિ બાઈડેન અને યુએસ સરકારનો ખૂબ જ આભારી છું.

ભારત અને અમેરિકા વચ્ચે કરાર

જેમાં જુલાઈ 2024માં દિલ્હીમાં 46મી વર્લ્ડ હેરિટેજ કમિટીના અવસર પર ભારત અને અમેરિકાએ પહેલીવાર ‘સાંસ્કૃતિક સંપત્તિ કરાર’ પર હસ્તાક્ષર કર્યા હતા. જેનો હેતુ ભારતમાંથી અમેરિકામાં ભારતીય પ્રાચીન વસ્તુઓની ગેરકાયદે દાણચોરી રોકવાનો હતો. જો કે, છેલ્લા 10 વર્ષમાં એક તરફ દાણચોરી બંધ થઈ છે તો બીજી તરફ ભારતને પ્રાચીન વારસો ધરાવતી વસ્તુઓ પણ પરત મળી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button