ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND vs BAN 1St Test: ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, 92 વર્ષમાં પહેલીવાર આવું બન્યું


ચેન્નઈ: ટીમ ઈન્ડિયાએ ચેન્નઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું. ભારતે બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 234 રનમાં ઓલ આઉટ થઇ ગઈ. આ જીતનો હીરો રવિચંદ્રન અશ્વિન રહ્યો. અશ્વિને પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

આ ટેસ્ટ જીત ભારત માટે ખાસ છે. ભારતીય ક્રિકેટ ટીમ 92 વર્ષથી ટેસ્ટ મેચ રમી રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ 179મી જીત છે. આ મેચની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાની 178 મેચમાં જીત અને 178 મેચમાં હાર મળી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતીય ટીમની જીતની સંખ્યા હારની સંખ્યા કરતા વધુ થઇ ગઈ છે. આ કારણે આ જીતને ઐતિહાસિક માનવામાં આવી રહી છે.

મેચના આંકડા:
પ્રથમ ઇનિંગ: IND 376 ઓલઆઉટ (આર અશ્વિન 113, આર જાડેજા 86, એચ મહેમુદ 5/83)

પ્રથમ ઇનિંગ: BAN 149 ઓલઆઉટ (એસ અલ હસન 32, એમ હસન 27, જે બુમરાહ 4/50), ભારતને 227 રનની લીડ મળી.

બીજી ઇનિંગ: IND 287/4 ડિક્લેર. (એસ ગિલ 119, આર પંત 109, એમ હસન 2/103)

બાંગ્લાદેશ લક્ષ્યને 515નો ટાર્ગેટ મળ્યો
બીજી ઇનિંગ: BAN 234 ઓલઆઉટ (એન શાંતો 82, એસ ઇસ્લામ 35, આર અશ્વિન 6/88)
ભારતે 280 રને જીત મેળવી

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…