આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં ચોમાસાના વિદાય વેળાએ ફરી વરસાદની આગાહી , દક્ષિણ ગુજરાતને ઘમરોળશે

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ફરી એક વખત હવામાન  વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 25મી સપ્ટેમ્બરથી 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે દીવ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામા આવી છે.

ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અગાહી
 
23મી સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના ત્રણ, દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. 25મી અને 26મી સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો અન્ય જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા વરસી શકે છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…