ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Quad Summit: PM મોદીએ કહ્યું, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા શાંતિના પક્ષમાં

ફિલાડેલ્ફિયા : અમેરિકાના ડેલાવેરમાં આયોજિત ક્વાડ સમિટમાં(Quad Summit)ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સંમેલન એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે. તેમણે કહ્યું કે ક્વાડ દેશો માટે લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી માટે સાથે મળીને કામ કરવું સમગ્ર માનવતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક

વડાપ્રધાન મોદી તેમની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના પ્રથમ તબક્કામાં શનિવારે અમેરિકાના ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર પહોંચ્યા હતા. ક્વાડ સમિટમાં ભાગ લેતા પૂર્વે તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ ગાઢ બનાવવા માટે ચર્ચા કરી હતી.

અમે કોઈની વિરુદ્ધ નથી : પીએમ મોદી

તેની બાદ પીએમ મોદીએ ક્વાડ સમિટને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું, ‘ક્વાડ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ તણાવ અને સંઘર્ષથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં, ક્વાડ માટે સમગ્ર માનવતા માટે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે સાથે મળીને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે કોઈની વિરુદ્ધ નથી. અમે બધા નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર અને તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપીએ છીએ. એક મુક્ત, સર્વસમાવેશક અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક એ અમારી સંયુક્ત પ્રાથમિકતા અને સંયુક્ત પ્રતિબદ્ધતા છે.

તેમણે કહ્યું કે, ક્વાડ દેશોએ આરોગ્ય, સુરક્ષા, જટિલ ઉભરતી તકનીકો, આબોહવા પરિવર્તન અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોમાં ઘણી સકારાત્મક અને સમાવિષ્ટ પહેલ કરી છે. તેમણે કહ્યું અમારો સ્પષ્ટ સંદેશ છે – ક્વાડ અહીં રહેવા, મદદ કરવા, ભાગીદાર અને પૂરક બનવા માટે છે. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ બાઈડેન અને તેમના તમામ સહયોગીઓને આ સંમેલન માટે અભિનંદન પાઠવ્યા હતા. 2025માં ભારતમાં ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો.

પડકારો આવશે, વિશ્વ બદલાશે, પરંતુ ક્વાડ અકબંધ રહેશે: બાઈડેન

યુએસ પ્રમુખ જો બાઈડને ઈન્ડો-પેસિફિક તેમજ દક્ષિણ-પૂર્વ એશિયાના વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે ક્વાડ ફેલોશિપ સાથે ક્વાડ સમિટ દરમિયાન પડકારો વિશે વાત કરી હતી. આ દરમિયાન બાઈડને કહ્યું, આપણે લોકતાંત્રિક દેશો જાણીએ છીએ કે કેવી રીતે કામ કરવું. તેથી જ મે મારા રાષ્ટ્રપતિ પદના પ્રથમ દિવસોમાં ક્વાડને વધુ અસર કારક બનાવવા માટે દરેક રાષ્ટ્ર સુધી પહોંચ્યો. આજે ચાર વર્ષો પછી ચાર દેશો વ્યૂહાત્મક રીતે પહેલા કરતાં વધુ એક થયા છે.

ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બાનીએ સમાન વિચારધારા પર ભાર મૂક્યો હતો

ક્વાડ સમિટમાં ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સતત શાંતિ અને સ્થિરતા અને સમાન વિચારસરણી માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘ક્વાડ સ્વચ્છ ઉર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વ્યવહારુ અર્થપૂર્ણ પરિણામો વિશે છે અને આબોહવા પરિવર્તન, આરોગ્ય સુરક્ષા, જટિલ અને ઉભરતી તકનીકો, સાયબર અને આતંકવાદ સામે ઉદ્ભવતા પડકારો અને તકોનો સામનો કરવા વિશે છે. તેમણે કહ્યું કે જ્યારે સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે મળીને કામ કરશે ત્યારે હંમેશા સારું કરશે. આ તમામ ક્ષેત્ર સતત શાંતિ અને અસ્થિરતા, વ્યૂહાત્મક સ્પર્ધા અને અનુભવના સમજદાર સંચાલન પર આધારિત છે.

જાપાનમાં પીએમે સંયુક્ત પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો

જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ ઈન્ડો-પેસિફિકના ભાવિ અંગે ચર્ચા કરવા ક્વાડ નેતાઓ સાથે મુલાકાત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમણે જાપાનના હિરોશિમામાં યોજાયેલી છેલ્લી બેઠકને યાદ કરતા કહ્યું કે વડાપ્રધાન તરીકે મારી છેલ્લી વિદેશ યાત્રા આનાથી સારી ન હોઈ શકે. ક્વાડ દ્વારા નક્કર પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે કહ્યું કે,આપણી આસપાસનું સુરક્ષા વાતાવરણ વધુને વધુ ગંભીર બની રહ્યું છે. એક સ્વતંત્ર અને મુક્ત વિશ્વ માટે સંયુક્ત દ્રષ્ટિકોણ પ્રત્યે પ્રતિબદ્ધતા જાળવી રાખવી જરૂરી અને મહત્વપૂર્ણ છે.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…