મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રમેશચંદ્ર મનસુખલાલ દોશીના ધર્મપત્ની નિર્મળાબેન દોશી (ઉં. વ. ૭૭), તા. ૨૧-૯-૨૪ના શનિવાર મુલુંડ મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે સુરેશભાઇ, અનિલભાઇ તથા ચંદ્રાબેન પ્રવીણચંદ્ર મહેતાના ભાઇના પત્ની. તરૂલતાબેન, વર્ષાબેનના જેઠાણી. દેવાંગ, દર્શનાબેન મુકેશકુમાર, ભાવિકા પરાગકુમાર, સેજલ સંદીપકુમારના માતુશ્રી. શિલ્પાના સાસુ. ચિંતન, કવિશા, ક્રીશા તથા વત્સલના નાની. કપૂરચંદ નાનચંદ દોશીના ભત્રીજાવહુ. હઠીચંદ દેવચંદ મહેતા (નોંઘણવદર) હાલ ભાવનગરના દીકરી. સાદડી રવિવાર, તા. ૨૨-૯-૨૪ના ૪થી૭. ઠે. રમેશચંદ્ર મનસુખલાલ દોશી ૧૦૧, જસુ સદન, ગૌશાળા રોડ, મુલુંડ (વેસ્ટ).

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
ઠાડચ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. નગીનદાસ રતનજી પાતાણીના ધર્મપત્ની ગં. સ્વ. જયશ્રીબેન પાતાણી (ઉં. વ. ૭૯) તા. ૨૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રાજેશ, હીના પિયુષ કામદાર, બિંદુ અભય વાઘર, વૈશાલી નિરવ મહેતાના માતુશ્રી. લીનાબેનના સાસુ. પૂર્વેશ-ધ્રુવીનના દાદીમા. મધુબેન નાગરદાસ, ગુણવંતીબેન ચીમનલાલ, ભાવનાબેન ભૂપતરાય, (સ્વ. અરૂણાબેન) જાગૃતિબેન અનંતરાય પાતાણી, કાંતાબેન, ઇચ્છાબેન, જયાબેન, ગીતાબેનના ભાભી. પિયરપક્ષે સ્વ. નાગરદાસ જગજીવનદાસ મહેતા (કુકડવાળા)ના દીકરી. તા. ૨૩-૯-૨૪ના સોમવારે ૧૦થી ૧૨. સમાધિની સપ્તપદી રાખેલ છે. ઠે.જોલીજીમ ખાના, કિરોલ રોડ, વિદ્યાવિહાર (વેસ્ટ), બેઝમેન્ટ હોલ.

ખંભાત વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચંદ્રીકાબેન વિનોદચંદ્ર શાહ (ઉં. વ. ૮૨) તે બીનાબેન, રૂપેનભાઈ તથા વિપુલભાઈના માતુશ્રી. અ.સૌ. બીન્દુબેન તથા મુકેશકુમાર જયંતીલાલ શાહના સાસુ. ચી. મિલન અને ચીરાગના દાદી. ઈશાન અને ઝંકૃતીના નાની ૨૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા માધવ બાગ, સીપી ટેન્ક, મુંબઈમાં ૨૩-૯-૨૪ના ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.

માંગરોળ/પોરબંદર જૈન
દિનેશભાઈ (ઉં. વ. ૮૧) તે સ્વ. હીરામણી તુલસીદાસ શેઠના પુત્ર. તે ભારતીબેનના પતિ. તે પોરબંદર નિવાસી સ્વ. તુલસીદાસ કેશવજી ભણસાલીના જમાઈ. તે સ્વ. પ્રમોદાબેન જયસુખલાલ દોશી, સ્વ. જ્યોત્સનાબેન શાંતિલાલ શેઠ, સ્વ. કિશોરીબેન (સુધાબેન) સુરેન્દ્ર દોશી તથા પંકજભાઈના ભાઈ. તે દિપ્તી દેવાંગ દમણિયા તથા અમી પુનીત વોરાના કાકા ૨૦-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સંબંધિત લેખો

કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયાના અ.સૌ. કુસુમબેન શાહ/રાંભિયા (ઉં. વ. ૭૮) ૧૮-૯-૨૪ના અવસાન પામ્યા છે. માતુશ્રી કસ્તુરબેન વીરજી વેરશીના પુત્રવધૂ. ચંદ્રકાંત વીરજી શાહના ધર્મપત્ની. રાજુલ, જતિનના માતુશ્રી. માતુશ્રી નાનબાઈ મોરારજી માલશી છેડાના સુપુત્રી. નવિનભાઈ, રમેશભાઈ, નેમજીભાઈ, અશોકભાઈ, કિશોરભાઈના બહેન. પ્રાર્થના: સમૃધ્ધી બેંકવેટ હોલ, માલવીયા રોડ, ટેલીફોન એક્ષચેંજની પાસે, મુલુંડ-વેસ્ટ. ટા. ૪ થી ૫.૩૦.

જામનગર હાલાર વિશા શ્રીમાળી સ્થા. જૈન
હાલ ચીંચપોકલી મુંબઈ સ્વ. પ્રભુદાસ કરસનજી વસાના સુપુત્ર. દીનેશના ધર્મપત્ની પૂર્ણિમા (પ્રમોદબેન) (ઉં. વ. ૭૮) તે દીપાલી, ધર્મેશ, જીજ્ઞા, જીતેશના માતુશ્રી. તે કેતનકુમાર, રાજેશકુમાર, પ્રગતિ, પ્રવિણાના સાસુ. મૈત્રી, ધ્રુવી, વિહાનના દાદી. રીચા, માહીના નાની તેમજ સ્વ. હરીલાલ ત્રિભોવનદાસ ગોળવાલાના દીકરી ૨૧-૯-૨૪ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર રાખેલ નથી.

દશા શ્રીમાળી સ્થા. જૈન
ભોકરવા નિવાસી હાલ બોરીવલી સ્વ. ઇન્દુબેન બાલુભાઇ શેઠના પુત્રવધુ અ.સૌ. ચારૂલતા (ચારુબેન) કીર્તિભાઇ શેઠ (ઉં.વ. ૫૮) તે ૧૯/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. કરણના માતુશ્રી. દીપકભાઈ, સુરેશભાઈ, સ્વ. ભરતભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, નિલેશભાઈ, દમુબેન મહાસુખરાય, મધુબેન લલિતભાઈ, વર્ષાબેન હરેશભાઇ, દક્ષાબેન રાજેશભાઈના ભાઈના પત્ની. પિયરપક્ષે જોરાવરનગર નિવાસી સ્વ. મંજુલાબેન ચંદુલાલ શાહના દીકરી. સ્વ. પ્રકાશભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. ગીરીશભાઈ, રાજેશભાઈ, ચેતનાબેન રજનીભાઇ, કવિતાબેન પંકજભાઈ દેસાઈ (ગોડા)ના બહેન. પ્રાર્થનાસભા ૨૨/૯/૨૪ના ૪ થી ૬. જુના સ્વામિનારાયણ મંદિર હોલ, ૬૦ ફિટ રોડ, વસઈ વેસ્ટ.

ઝાલાવાડ સ્થા. જૈન
વઢવાણ નગરા નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. ઇન્દીરાબેન ધીરજલાલ શાહ (ઉં.વ. ૮૩) પંકજભાઈ, શૈલેષભાઇ, છાયાબેનના માતુશ્રી. વંદના, મયુરી તથા સુભાષ અનંતરાય કદમના સાસુ. પિયુષ તથા જીનલના દાદી. જ્યોતિના નાની. રાજુલાબેન છોટાલાલ શાહના દીકરી. ૨૦/૯/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ફ્લેટ નં ૧૨, અંબાજી ધામ, ફેક્ટરી લેન, બોરીવલી વેસ્ટ .

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button