પંચાંગસ્પેશિયલ ફિચર્સ

આજનું પંચાંગ

(ઉત્તરાયણ સૌર શરદઋતુ), રવિવાર, તા. ૨૨-૯-૨૦૨૪

ભારતીય દિનાંક ૩૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬
વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૫
જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪
પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩
મુુસ્લિમ રોજ ૧૮મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
મીસરી રોજ ૧૯મો, માહે ૩જો રબી ઉલ અવ્વલ, સને ૧૪૪૬
નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૩-૦૧ સુધી, પછી રોહિણી.
ચંદ્ર મેષમાં સવારે ક. ૦૬-૦૮ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ), વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ.૨૮ અમદાવાદ ક. ૦૬ મિ. ૨૮, સ્ટા.ટા.
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૬, સ્ટા. ટા.
: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી : બપોરે ક. ૧૪-૨૪, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૨ (તા. ૨૩)
ઓટ: સવારે ક. ૦૮-૧૫, રાત્રે ક. ૨૦-૩૦
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૮૦, ‘રાક્ષસ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૬, ‘ક્રોધી’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – પંચમી. પંચમીનું શ્રાદ્ધ, ષષ્ઠીનું શ્રાદ્ધ, સૂર્ય સાયન તુલા રાશિમાં ક. ૧૮-૧૪.
મુહૂર્ત વિશેષ: વિષ્ણુ -લક્ષ્મી પૂજા, સૂર્ય પૂજા, ગાયત્રી જાપ, હવન, અગ્નિ પૂજા, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેચવો, પશુ લે-વેચ. શ્રાદ્ધ પર્વ: પાંચમ તિથિએ દિવગંતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. કૃત્તિકા નક્ષત્રનાં શ્રાદ્ધનો મહિમા અધિક છે. કૃત્તિકા શ્રાદ્ધ ખ્યાતિ, પ્રસિદ્ધિ, આરોગ્ય પ્રદાન કરે છે. પાંચમનું શ્રાદ્ધ લક્ષ્મીજીના આશીર્વાદ અપાવે છે. આયુર્વેદની દૃષ્ટિએ ભાદરવો એ શરદઋતુમાં આવે છે. જેને આયુર્વેદમાં રોગોની માતા તરીકે ઓળખાય છે. આ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે આથી જેણે આ ઋતુ રોગ વિનાની કાઢી તેનું વરસ નિરોગી નીકળ્યું તેવું ગણવામાં આવે છે. આ ઋતુમાં તાવ વિગેરે પિત્તપ્રકોપના દિવસો ગણાય છે. પિત્તના શમન માટે દૂધ શ્રેષ્ઠ છે. આથી દૂધની બનાવટો જેમ કે ખીર-દૂધપાક વિગેરે શ્રાદ્ધમાં જમવાનું વિધાન છે. શરીર એક પિંડ જ છે. બ્રહ્માંડ પણ એક પિંડ છે અને પૃથ્વી પણ એક પિંડ જ છે. આથી આ ઋતુમાં પિંડદાન પિંડ આપવાનું મહત્ત્વ પણ છે. આ ઋતુમાં નિરોગી રહેવાની વૈદિક પ્રાર્થના ં ‘શત્જિવેત શરદ’ આવે છે.
આચમન: ચંદ્ર હર્ષલ યુતિ, વિચારો ફર્યા કરે. ચંદ્ર -સૂર્ય ત્રિકોણ અરોગ્ય જાળવણી માટે સતર્ક.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-કૃત્તિકા યુતિ, વિષુવદીન, દક્ષિણ ગોળારંભ.
ગ્રહગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-મિથુન, માર્ગી બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-ક્ધયા, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ- વૃષભ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button