નેશનલ

ગાંધીજી, લાલબહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અપાઇ

શ્રદ્ધાંજલિ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે સોમવારે દિલ્હીના રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી રહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ. (એજન્સી)

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના પ્રધાનો સહિત દેશના અનેક મહાનુભાવોએ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને સોમવારે શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ જનતાને આ બન્ને મહાન નેતાની વિચારધારાને અનુસરવા અનુરોધ કર્યો હતો.

વડા પ્રધાને સોમવારે સવારે રાજઘાટ પર જઇને ગાંધીજીને અને વિજય-ઘાટ પર જઇને શાસ્ત્રીજીને પુષ્પાંજલિ આપી હતી.

રાજઘાટ ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું અને ગાંધીજીને પ્રિય ભજન `વૈષ્ણવ જન તો….’ ગવાયું હતું.

વડા પ્રધાને જણાવ્યું હતું કે ગાંધીજીની વિચારધારા અને સિદ્ધાંતો આજના યુગમાં પણ અનુસરવા જેવા છે. આપણે બધાએ રાષ્ટ્રપિતાના સ્વપ્નને સાકાર કરવા માટે કાર્ય કરવું જોઇએ.

મોદીએ એક્સ' પર પોસ્ટ કર્યું હતું કે શાસ્ત્રીજીનુંજય જવાન, જય કિસાન’નું સૂત્ર આજે પણ સુસંગત છે. તેઓ દેશની પ્રગતિ માટે કટિબદ્ધ હતા અને મુશ્કેલ સમયમાં તેમની નેતાગીરી દૃષ્ટાંતરૂપ છે. આપણે સૌએ વધુ શક્તિશાળી દેશના નિર્માણ માટે સાથે મળીને કામ કરવું જોઇએ. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button