ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સાપ્તાહિક દૈનંદિની

તા. ૨૨-૯-૨૦૨૪ થી તા.૨૮-૯-૨૦૨૪

રવિવાર, ભાદ્રપદ વદ-૫, વિ. સં. ૨૦૮૦, તા. ૨૨મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૩-૦૧ સુધી, પછી રોહિણી. ચંદ્ર મેષમાં સવારે ક. ૦૬-૦૮ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. પંચમીનું શ્રાદ્ધ, ષષ્ઠીનું શ્રાદ્ધ, કૃત્તિકા શ્રાદ્ધ. સૂર્ય સાયન તુલા રાશિમાં ક. ૧૮-૧૪. દક્ષિણ ગોલારંભ, વિષુવદિન.

સોમવાર, ભાદ્રપદ વદ-૬, તા. ૨૩મી, નક્ષત્ર રોહિણી રાત્રે ક. ૨૨-૦૬ સુધી, પછી મૃગશીર્ષ. ચંદ્ર વૃષભ રાશિ પર જન્માક્ષર. ચંદન છઠ્ઠ, સાતમનું શ્રાદ્ધ, બુધ ક્ધયામાં ક. ૧૦-૧૦, ભારતીય આશ્ર્વિન માસારંભ, વિષ્ટિ બપોરે ક. ૧૩-૫૧ થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૦૯. (તા. ૨૪)

મંગળવાર, ભાદ્રપદ વદ-૭, તા. ૨૪મી, નક્ષત્ર મૃગશીર્ષ રાત્રે ક. ૨૧-૫૩ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર વૃષભમાં સવારે ક. ૦૯-૫૪ સુધી, પછી મિથુન રાશિ પર જન્માક્ષર. અષ્ટમી શ્રાદ્ધ, કાલાષ્ટમી, મહાલક્ષ્મી વ્રત સમાપ્તિ.

બુધવાર, ભાદ્રપદ વદ-૮, તા. ૨૫મી, નક્ષત્ર આર્દ્રા રાત્રે ક. ૨૨-૨૩ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. નવમીનું શ્રાદ્ધ, અવિધવા નવમી. સૌભાગ્યવતીનું શ્રાદ્ધ.

ગુરુવાર, ભાદ્રપદ વદ-૯, તા. ૨૬મી નક્ષત્ર પુનર્વસુ રાત્રે પછી ક. ૨૩-૩૩ સુધી, પછી પુષ્ય. ચંદ્ર મિથુનમાં સાંજે ક. ૧૭-૧૨ સુધી, પછી કર્ક રાશિ પર જન્માક્ષર. દશમનું શ્રાદ્ધ, સૂર્ય મહાનક્ષત્ર હસ્ત ક. ૨૫-૧૦, વાહન મોર (સંયોગિયું નથી). ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ ક. ૨૩-૩૪ થી સૂર્યોદય, વિષ્ટિ ક. ૨૪-૪૭થી.

શુક્રવાર, ભાદ્રપદ વદ-૧૦, તા. ૨૭મી નક્ષત્ર પુષ્ય મધ્યરાત્રિ પછી ક. ૨૫-૨૦ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. એકાદશીનું શ્રાદ્ધ, વિષ્ટિ ક. ૧૩-૨૦ સુધી.

શનિવાર, ભાદ્રપદ વદ-૧૧, તા. ૨૮મી, નક્ષત્ર આશ્ર્લેષા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૭ સુધી (તા. ૨૯મી), પછી મઘા. ચંદ્ર કર્કમાં મધ્યરાત્રિ પછી ક. ૨૭-૩૭ સુધી (તા. ૨૯મી) પછી સિંહ રાશિ પર જન્માક્ષર. ઈન્દિરા એકાદશી, ગજગૌરી વ્રત (કલાકંદ).

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…