સ્પેશિયલ ફિચર્સ

જીવે તો આ લોકો છે, આપણે શું ખાક જીવીએ છીએ ? અહી કોઈ પાસે ગાડી નહીં,પ્રાઈવેટ જેટ છે જેટ -જુઓ પાર્કિંગ !

આજે અમે તમોને એક એવા ગામની વાત કરીએ છીએ જ્યાં ઘરે ઘરે બાઇક કે કાર છે જ નહીં,પરંતુ પ્રાઈવેટ જેટ છે.આ ગામના પાર્કિંગ એરિયા પર નજર નાખો તો તમને તો એક પણ ઘરનો દરવાજો ખાલી જોવા નહીં મળે જ્યાં તેમનું ખાનગી વિમાન ના હોય. અહી તમને એક પણ કાર કે બાઇક પણ જોવા નહીં મળે. અહીના લોકોને નાનો પણ સમાન કે ચીજ વસ્તુ ખરીદવી હોય તો પ્લેન લઈને નીકળી પડે છે.પછી સવારનો બ્રેકફાસ્ટ હોય, ક્યાંય ફરવા જવાનું મોજ મસ્તી કે પછી ફેમિલી ડિનર. આપણે જેમ બાઇક કે કારણો ઉપયોગ કરીએ છીએ તેમ જ તેઓ પ્લેનનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો : WhatsApp પર સ્ટેટસ મૂકો છો? જાણી લો આ કામની માહિતી, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

આપને જણાવી દઈએ કે ,આ ગામનું નામ છે કેમરન પાર્ક (Cameron Air Park) જે કેલિફોર્નિયા (California)કે એલ ડોરેડો કાઉન્ટીમાં આવેલું છે. કેમરન એયર પાર્કને વર્ષ 1963 માં બનાવાયું હતું જ્યાં કુલ 124 ઘર છે. કહેવાય છે કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરીકામાં પાયલટોની સંખ્યા બહુ વધી ગઈ હતી.યુદ્ધ દરમિયાન કેટલાય એયર ફિલ્ડ (Airfield)પણ બનાવાયા હતા. પરંતુ યુદ્ધ સમાપ્ત થતાં જ તેને બંધ નહોતા કરવામાં આવ્યા. બાદમાં તેને રહેણાક એયર પાર્ક વિસ્તાર બનાવી દેવામાં આવ્યો. અહીં રિટાયર પાઇલટ વિસ્તાર બનાવવાનો નિર્ણય કરાયો . આ કેમરન એયર પાર્ક તેમાનું એક જ છે.

બધા વિમાન લઈને જ નીકળે છે

આજે પણ આ ગામના લોકો મોટાભાગે પાઇલટ (People Pilot)છે. અને જે બીજા વ્યવસાય સાથે જોડાયેલા છે તેઓ પણ કાર-કે બાઇક ધરાવતા નથી તેમની પાસે પણ એયર ક્રાફ્ટ જ છે.અહીં લોકોના ઘરની બહાર હવાઈ જહાજ કતારબંધ પાર્ક થ્યેલા છેઅને જ્યારે પીએન બહાર જવાની જરૂર પડે ત્યારે પ્લેન લઈને જ નીકળે છે.હવે તમને થશે કે આ ગામના લોકો આવા કેવા અમિર છે કે નાનું સરખું કામ પીએન હોય ટો વિમાનમાં સવાર થઈને નીકળી પડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button