નેશનલ

ભાજપ જ ચાવાળાને વડા પ્રધાન બનાવી શકે છે: વિજય રૂપાણી

બદાઉં (યુપી): ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા વિજય રૂપાણીએ શનિવારે એવું નિવેદન કર્યું હતું કે ફક્ત ભાજપ જ એક ચાવાળાને દેશના વડા પ્રધાન બનાવી શકે છે, દેશની અન્ય કોઈ પાર્ટીમાં આ તાકાત નથી.
ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવેલા નમો એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરતાં તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
બાંકે બિહારી લો કોલેજ, બદાઉં ખાતે વિદ્યાર્થીઓ સાથે વાતો કરતાં તેમણે કહ્યું હતું કે ભાજપ આખી દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

આ પણ વાંચો: શિક્ષકોની ભરતી મુદ્દે ઉમેદવારોને છે અઢળક અડચણો: કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું…

વડા પ્રધાન મોદીનો દાખલો આપતાં રૂપાણીએ કહ્યું હતું કે એક વ્યક્તિ જે પોસ્ટર લગાવે છે. જે ચા-વેચે છે અથવા તો ગરીબ માતા-પિતાનો દીકરો (આ પાર્ટીમાં) વડા પ્રધાન બની શકે છે.

અમારી પાટીર્ર્ લોકશાહી પદ્ધતિએ કામ કરે છે. ભાજપ મુલ્યો અને સિદ્ધાંતોનું રાજકારણ કરે છે. ભાજપમાં સમાજના દરેક વર્ગના લોકોને સભ્યપદ મળે છે. અન્ય પાર્ટીઓમાં જાતી, પ્રદેશ, વંશવાદ વગેરે જોઈને સભ્યપદ આપવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: ભાજપના આ જવાહર ને કોઈ રોકો, પાર્ટી નેતાઓના જ કરે છે ચીરહરણ

ભાજપ દરેક દિશામાં કામ કરે છે એમ ભારપૂર્વક જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અયોધ્યામાં રામ, યુવાનો માટે નોકરીઓ, ખેડૂતો માટે યોગ્ય કિંમતો, મહિલાઓ માટે સન્માન. આ અમારો મૂળ મંત્ર છે. અમારી પાર્ટીમાં બધાથી ઉપર રાષ્ટ્ર છે. અન્ય પાર્ટીઓ વોટ બેંકની રાજનીતિ કરે છે.

આજે મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત આખી દુનિયામાં મજબૂત બનીને ઊભું છે, એમ પણ તેમણે કહ્યું હતું.
ભાજપના નેતાએ યુવાનોને એવી અપીલ કરી હતી કે ભારત માતાને અખંડ, મજબૂત અને વિકસિત રાષ્ટ્ર બનાવો. લક્ષ્મીજી (સમૃદ્ધિની દેવી) હંમેશા કમળ પર બેસીને આવે છે, ક્યારેય પંજા કે સાઈકલ પર બેસીને આવતી નથી. આથી તમારે લોકોએ મોદીજી અને ભાજપની સાથે રહેવાની આવશ્યકતા છે, એમ તેમણે કહ્યું હતું.

(પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…