સાસુ શર્મિલાને લઈને Kareena Kapoorએ કહી આવી વાત, સૈફે આપ્યું ગજબનું રિએક્શન…
આજે બોલીવૂડના ફેશન ડીવા એક્ટ્રેસ કરિના કપૂર ઉર્ફે બેબોનો જન્મ દિવસ છે અને ફેન્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ફેવરેટ સ્ટારને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કરિનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કરિના સૈફ વિશે વાત કરતાં કરતાં રડી પડે છે. આ સમયે તેની સાસુ શર્મિલા ટાગોર પણ દીકરા સૈફની સાથે જોવા મળ્યા હતા.
આ વીડિયો કોફી વિથ કરણ-8ના લેટેસ્ટ એપિસોડનો છે જેમાં સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોર પણ સાથે જોવા મળ્યા હતા. આ એપિસોડમાં શોનું હોસ્ટ કરણ જોહર સૈફ અને શર્મિલા સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ શોમાં સૈફ અને શર્મિલાએ પોતાની પર્સનલ લાઈફ સાથે સંકળાયેલા અનેક કિસ્સાઓ શેર કરતાં જોવા મળ્યા હતા.
કરણ જોહરે આ જ શો દરમિયાન સૈફ અને શર્મિલાને એક સુંદર મજાનું સરપ્રાઈઝ પણ મળ્યું હતું. આ વીડિયોમાં પરિવારના સભ્યોએ તેમના માટે ખાસ મેસેજ પણ મોકલાવ્યા હતા, જેમાં કરીના કપૂર, સારા અલી ખાન અને સોહા અલી ખાને સૈફ અને શર્મિલા ટેગોર માટે મેસેજ મોકલ્યો હતો. વીડિયોમાં કરીનાએ સૈફ અને પોતાની સાસુ વિશે વાત કરી.
કરિનાએ પોતાની સાસુ અને દિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટાગોર માટે એક ખાસ મેસેજ આપ્યો હતો તેણે પોતાના મેસેજમાં જણાવ્યું હતું કે તે જ્યારે સૈફને મળી હતી ત્યારથી જ શર્મિલા ટાગોરને તે અમ્મા કહેતી હતી. આગળ પોતાના વીડિયોમાં કરિનાએ જણાવ્યું હતું કે તેઓ એટલા કેરિંગ અને પ્રેમાળ છે કે મને તેમની સાથે ખરેખર કનેક્શન ફિલ થાય છે. મને એવું લાગે છે કે તે સબા અને સોહાની જેમ જ મને જુએ છે, તેમણે મને હંમેશા પરિવારમાં વેલકમિંગ ફિલ કરાવ્યું છે.
જ્યારે વારો આવ્યો સૈફનો તો સૈફ વિશે વાત કરતાં કરતાં કરિના એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે સૈફ વિશે વાત કરતાં જણાવ્યું હતું સૈફ મારા માટે મારી દુનિયા છે, તે મારી યુનિવર્સ છે. મારી આખી લાઈફ જ સૈફની આસપાસ ફરે છે. હું જ્યારે પણ એના વિશે વાત કરું ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે. સૈફ મારી લાઈફ છે. કરિનાના મોઢે આ વાત સાંભળીને સૈફ અને શર્મિલા બંને એકદમ ખુશ થઈ જાય છે અને સૈફ પોતાની ચેસ્ટની લેફ્ટ સાઈડ પર હાથ મૂકે છે.