ગેમઝોન કાંડનું ભૂત હજુ’ય ધૂણશે, રાજકોટમાં મેળા પછી ‘નવરાત્રિ’ માટે નવી SOP: આયોજકોને આવશે ‘અંધારા’!
રાજકોટમાં ઘટેલી ગેમઝોન કાંડની હારાકીરી બાદ સૌરાષ્ટ્રના પાટનગરના ઐતિહાસિક લોકમેળા પર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે બાજ નજર રાખી તમામ કાયદાકીય પ્રક્રિયાના ચૂસ્ત પાલનની ફરજ પાડવામાં આવતા મેળાની મજા પહેલેથી જ ફિકી પડી ગઈ હતી. બાકીનું કામ વરસાદે કરી દેતા છેલ્લે મેળો જ રદ થયેલો. હવે નવરાત્રીના ગરબા આયોજકોને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની નવી માર્ગ દર્શિકા ઘડાઈ રહી છે. જેથી નવરાત્રીના કોમર્શિયલ આયોજકોને આંખે અંધારા આવી જશે એ નક્કી છે.
આ પણ વાંચો: રાજકોટમાં નવરાત્રીમાં પ્રવેશ માટે આ વર્ષે પણ ‘આધારકાર્ડ’ ફરજિયાત
વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવમાં ગણના પામેલા અને વૈશ્વિક ઓળખ બનાવી ચૂકેલા ગરબા ગ્લોબલ બનવા સાથે આખી ભક્તિ જ કોમર્શિયલ થઈ ગઈ છે. નવરાત્રીને આડે હવે ગણીને એક પખવાડિયું પણ નથી રહ્યું ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ માર્ગદર્શિકા તૈયાર કરી છે.
માર્ગદર્શિકાની કડક અમલવારીના પરિણામે રાજકોટના મોટો-મોટા ગરબા આયોજકોને ‘નવ નેજા પાણી’ ઉતરશે તેનો અંદાજ આવી ગયો છે.
આ પણ વાંચો: રંગીલા રાજકોટમાં યોજાશે અનોખો નવરાત્રિ મહોત્સવ: હજારો કેન્સર વોરિયર્સ ગરબાની રમઝટ બોલાવશે
રાજકોટમાં ઘટેલી ગેમઝોન કાંડની હારાકીરી બાદ સૌરાષ્ટ્રના પાટનગરના ઐતિહાસિક લોકમેળા પર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે બાજ નજર રાખી તમામ કાયદાકીય પ્રક્રિયાના ચૂસ્ત પાલનની ફરજ પાડવામાં આવતા મેળાની મજા પહેલેથી જ ફિકી પડી ગઈ હતી. બાકીનું કામ વરસાદે કરી દેતા છેલ્લે મેળો જ રદ થયેલો. હવે નવરાત્રીના ગરબા આયોજકોને સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની નવી માર્ગ દર્શિકા ઘડાઈ રહી છે. જેથી નવરાત્રીના કોમર્શિયલ આયોજકોને આંખે અંધારા આવી જશે એ નક્કી છે.
આ પણ વાંચો: રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં તડા-ફડી, મેયરનું ત..ત..ફ..ફ.. : વિપક્ષની ભાજપ પર ‘નાગચૂડ’
વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવમાં ગણના પામેલા અને વૈશ્વિક ઓળખ બનાવી ચૂકેલા ગરબા ગ્લોબલ બનવા સાથે આખી ભક્તિ જ કોમર્શિયલ થઈ ગઈ છે. નવરાત્રીને આડે હવે ગણીને એક પખવાડિયું પણ નથી રહ્યું ત્યારે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ માર્ગદર્શિકા તૈયાર કરી છે. માર્ગદર્શિકાની કડક અમલવારીના પરિણામે રાજકોટના મોટો-મોટા ગરબા આયોજકોને ‘નવ નેજા પાણી’ ઉતરશે તેનો અંદાજ આવી ગયો છે.
આ રહ્યા નિયમો,સોગંદનામું બાદ જ લાઇસન્સ
રાજકોટમાં નવરાત્રિ આયોજન માટે લાઇસન્સ બ્રાન્ચે રાજ્ય સરકારની નવી SOP ધ્યાને રાખી, ફાયર એનઑસી,ઇલેક્ટ્રીક ઈજનેરનું સર્ટિફિકેટ, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી ,એન્ટ્રી-એક્સિટ ગેટ પણ ફરજિયાત કર્યા છે. સાથોસાથ એમ્બ્યુલન્સ પણ તહેનાત રાખવાની છે. વધુમાં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનું પ્રમાણ પત્ર પણ ફરજિયાત રહેશે. સાથોસાથ અર્વાચીન દાંડિયા-ગરબામાં ખાણી-પીણીના સ્ટોલ રાખવા હશે તો ફૂડ ઈન્સ્પેકટરનું લાઇસન્સ પણ જરૂરી બનાવાયું છે. અર્વાચીન અને પ્રાચીન ગરબા કે રાસના આયોજકોએ લાઇસન્સ બ્રાંચમાં ફરજિયાત પણે સોગંદ નામું કરવું પડશે. આ સોગંદ નામામાં ઉપરની તમામ બારીકીઓને આવરી લેવામાં આવી છે તે તમામ પ્રમાણ પત્ર સાથે સોગંદનામું કરવું પડશે. આ બાદ જ ગરબાના લાઇસન્સ ઇન્સ્યુ કરવામાં આવશે.
અંધારામાં ‘છાન-ગપતિયાં’ નહીં ચાલે
રાજકોટ પોલીસે એન્ટિ રોમિયો સ્કવોડ તૈયાર કરવા સાથે યુવતીઓની સલામતી માટે ‘શી’ ટિમ તો તૈયાર કરી જ છે જે મોટા ગરબા મેદાનોમાં નજર રાખશે. પોલીસે આ વખતે, નવરાત્રીમાં ગરબાના નામે ‘ખૂણા’ શોધીને ‘ગૂ..ટ..ર ..ગૂ ‘ કરતાં પ્રેમી પંખીડાઓ પર પણ ત્રીજી આંખથી અને ટોર્ચથી નજર રાખશે. માતાજીની ભક્તિના નામે રાત્રે ચરી ખાતા, પ્રેમીઓને પોલીસ પદાર્થપાઠ પણ શીખવાડશે.