એયર માર્શલ અમર પ્રીત સિંહ બનશે ભારતીય વાયુ સેનાના નવા પ્રમુખ
ભારત સરકારના એયર ચીફ માર્શલ અમર પ્રીત સિંહને ભારતીય વાયુસેના પ્રમુખનો કાર્યભાર સોંપાયો છે.તેઓ વર્તમાનમાં વાયુસેનાના ઉપપ્રમુખ છે.અમર પ્રીત સિંહ 30 સપ્ટેમ્બર,2024 ના રોજ બપોરે એયર ચીફ માર્શલનો પદભાર સંભાળશે. અને એયર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીનું સ્થાન લેશે.જેઓ 30 સપ્ટેમ્બરે સેવા નિવૃત થઈ રહ્યા છે.
એયર માર્શલ અમર પ્રીત સિંહે 1 ફેબ્રુઆરી -2023ના રોજ વાયુસેનાના 47માં ઉપ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો.ભારતીય વાયુસેના સાથે તેમની સફર 1884માં શરૂ થઈ હતી.શ્રી સિંહ વાયુસેનામાં 21 ડિસેમ્બર-1984માં ભારતીય વાયુસેનાની ફાઇટર વિંગમાં જોડાયા હતા.
આ પણ વાંચો: વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે રચ્યો ઈતિહાસ, આવું કરનાર પહેલી મહિલા પાઈલટ બની…
સિનિયર એયર સ્ટાફ ઓફિસર રહી ચૂક્યા છે
પ્રતિસ્ઠિત સેટ્રલ એયર કમાન્ડ (CAC)ની ભૂમિકા સંભાળતા પહેલા તેમણે પૂર્વીય વાયુ સેનામાં વરીસ્ઠ એયર સ્ટાફ ઓફિસર તરીકે પણ ફરજ અદા કરી છે.
નેશનલ ડિફેન્સ એકેડમી,વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજ અને નેશનલ ડિફેન્સ કોલેજના પૂર્વ વિધાર્થી શ્રી સિંહે મિગ -27 સ્કોર્વડનના ફલાઇટ કમાન્ડર અને કમાંડિંગ ઓફિસર સાથે એક એયર બેઝના એયર ઓફિસર કમાંડિંગ સહિતની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
તેઓને 2019માં અતિ વિશિસ્ઠ સેવા પુરસ્કાર અને 2023માં પરમ વિશિસ્ઠ સેવા પુરસ્કારથી નવાજાયા છે.