એકપણ રૂપિયો ભર્યા વિના જોવા મળશે 381 ટીવી ચેનલ્સ! દેશના પાંચ કરોડ પરિવારો લઈ રહ્યા છે લાભ
નવી દિલ્હી: પ્રસાર ભારતી દ્વારા છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ‘DD ફ્રી ડીશ’ના માધ્યમથી વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. છેવાડાના નાગરિકોને મનોરંજન સાથે શિક્ષણ આપવા તેમજ બાળકોને જ્ઞાન- બૌદ્ધિક રીતે વધુ સશકત બનાવવાના ઉમદા આશયથી ‘DD ફ્રી ડીશ’ના ચેનલ્સ પ્રસારિત કરવામાં આવે છે. ખાનગી ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) પ્લેટફોર્મ્સ માટે માસિક સબસ્ક્રિપ્શન- ફ્રી ચૂકવાની હોય છે, તેની સામે DD ફ્રી ડીશ દ્વારા વિનામૂલ્યે કાર્યક્રમો બતાવવામાં આવે છે, જેના પરિણામે DD ફ્રી ડીશ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું છે. હાલમાં, DD ફ્રી ડીશમાં 381 ટીવી ચેનલ તેમજ 48 રેડિયો સ્ટેશન કાર્યરત છે. જેને સમગ્ર દેશમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં આ ચેનલ્સને નાગરિકો નિહાળી રહ્યા છે.
સુવિધા અને ફાયદાઓ
ખાનગી ડીટીએચ પ્લેટફોર્મ્સની તુલનામાં, DD ફ્રી ડીશ ચેનલ્સ માટે દર્શકો પાસેથી કોઈપણ માસિક ફી વસૂલવામાં આવતી નથી. આ સેવા જીવનભર માટે નિઃશુલ્ક છે. જ્યારે, DD ફ્રી ડીશ ચેનલ્સ શરૂ કરવા માટે, દર્શકોને માત્ર સેટ-ટોપ-બોક્સ અને નાના કદના ડીશ એન્ટેના લગાવવાની જ જરૂર પડે છે, જેનો ખર્ચ અંદાજે રૂ. ૧,૫૦૦થી વધુ થતો નથી, સાથે જ આ સાધનો છેવાડાના ગામડાઓમાં પણ સરળતાથી મળી રહે છે.
શૈક્ષણિક અને મનોરંજન ચેનલ્સ
DD ફ્રી ડીશમાં શૈક્ષણિક ચેનલ્સ સાથે જ મનોરંજન, સમાચાર, ભક્તિ, ફિલ્મો, રમતગમત વગેરેની લોકપ્રિય ખાનગી ટીવી ચેનલ્સનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ચેનલ્સ જેવી કે ‘DD Swayam Prabha’, ‘DD PM eVidya’, અને ‘DD DigiShala’ ઉપર કલા, વિજ્ઞાન, વાણિજ્ય, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, કાયદો, અને કૃષિ માટેના વિશેષ કાર્યક્રમોની NCERT, CIET, IITS અને UGC દ્વારા માહિતી પણ પીરસવામાં આવે છે.
દુરદર્શને પૂર્ણ કર્યા 65 વર્ષ:
દૂરદર્શન એ ભારત સરકારનું જાહેર જનતા માટેનુ ટેલિવિઝન “બ્રોડકસ્ટ” છે. દૂરદર્શન “પ્રસારભારતી” નો એક વિભાગ છે અને તે ભારત સરકારનીં જાહેર સેવાઓનો એક ભાગ છે. દૂરદર્શન સ્ટુડિઓ અને ટ્રાન્સમિટર ની દ્રષ્ટીએ દુનીયાની સૌથી મોટી પ્રસારણ સંસ્થા છે. હાલમાંજ તેણે ડિઝીટલ ટ્રાંસમેશન ની શરૂઆત પણ કરી છે. દૂરદર્શનની પ્રાયોગિક ધોરણે શરૂઆત વર્ષ 1959ની 15 સપ્ટેમ્બરનાં દિવસે દિલ્હી ખાતેથી કરવામાં આવી હતી. હાલ;માં જ દુરદર્શને 65 વર્ષ પૂર્ણ કર્યા છે.