દાંત મજબૂત અને સ્વચ્છ રાખવા મોંઘા ટૂથપેસ્ટની જરૂર નથી, ઘરે જ તૈયાર કરો આ પેસ્ટ
તમારા ઘરે આવતા દરેક શાકભાજી અને ફળમાં તો ઘણા બધા પોષકતત્વો હોય જ છે, પણ સાથે સાથે તેના બીજ કે છાલ કે પાંદડામાં પણ ઔષધીય ગૂણો હોય છે. આવું જ એક ફળ છે દાડમ. નાના નાના લાલચટક દાણા ખાવાની મજા પણ આવે છે અને તેમાંથી ભરપૂર વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. તેની છલા પણ સૂકાવીને ખાવાથી પાચનશક્તિ વધે છે ત્યારે આજે અમે તમને તેના પાંદડાનો ઉપયોગ બતાવશું.
દાડમના પાનને વિવિધ બાયોએક્ટિવ સંયોજનોનો સ્ત્રોત માનવામાં આવે છે. કારણ કે તેમાં ફિનોલિક એસિડ, ફ્લેવોનોઈડ્સ અને ટેનીન હોય છે. આ સિવાય આ પાંદડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણો સાથે બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે જે ઑરલ હેલ્થ માટે ઉપયોગી નિવડે છે. આથી જો આ પાનનો ટૂથપેસ્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે તો દાંત, પેઢા મજબૂત બને છે. મોઢાની પૂરતી સફાઈ થાય છે.
ટૂથપેસ્ટની સામગ્રી અને રીતઃ
આ ટૂથપેસ્ટ બનાવવા માટે તમારે જોઈશે દાડમના પાન, લવિંગ, સિંધવ મીઠુ, ખાવાનો સોડા.
બનાવવાની રીતઃ
ટૂથપેસ્ટ બનાવવા માટે તમારે દાડમના પાન તોડવાના છે અને પછી તેને ધોઈને સૂકવવાના છે.
તમે તેને તડકામાં સૂકવી શકો છો અથવા એર ફ્રાયરની મદદથી આ પાંદડાને સૂકવી શકો છો.
ત્યારબાદ તમારે આ પાંદડાને પીસી તેનો ભૂકો કરવાનો છે. પછી લવિંગને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પછી તેમાં સિંધવ મીઠું (રૉક સૉલ્ટ) મિક્સ કરો અને તેમાં ખાવાનો સોડા ઉમેરો. આ પાવડરને બરાબર મિક્સ કરી એક એરટાઈટ ડબ્બામાં ભરી લો.
દરરોજ સવારે અને રાત્રે તેનાથી તમારા દાંત સાફ કરવાના છે. આ પાવડર એન્ટીબેક્ટેરિયલ છે, જ દાંતના સડાને અટકાવી શકે છે. દાંતના દુઃખાવામાં રાહત આપી શકે છે. સિવાય તે મોઢામાં રહેલા બેક્ટેરિયાને મારીને શ્વાસની દુર્ગંધને દૂર કરી શકે છે.
જો તમારી ઑરલ હેલ્થ સારી હશે તો તમારી ઑવરઑલ હેલ્થ પણ સારી રહેશે.