આપણું ગુજરાતટોપ ન્યૂઝરાજકોટ

વ્યાજખોરોના ત્રાસથી એક જ પરિવારના 9 લોકોનો આપઘાતનો પ્રયાસ…

રાજકોટ: વ્યાજખોરોના ત્રાસને ડામવાના ભલે દાવાઓ થતાં હોય પરંતુ તેમ છતાં આજદિન સુધી વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કે સામૂહિક આપઘાતના બનાવો સામે આવતા રહે છે. ત્યારે રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસના લીધે વધુ એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાજકોટના ગુંદાવાડીમાં રહેતા એક જ પરિવારના નવ સભ્યોએ ઝેરી દવા પી લઈને આપઘાતની કોશિશ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારના નવ સભ્યોએ ઝેરી દવા પી લઈને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તમામને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. નવ સભ્યોમાંથી એક સગીરનો પણ સમાવેશ થાય છે.

હાલ તો બેંક લોન ભરપાઈ ન કરી શકવાના કારણે સોની પરિવારે આ પગલું ભરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સિવાય સોની પરિવારની મુંબઈની પેઢી સાથે કરોડોની લેતીદેતી હોવાની વિગતો પણ સામે આવી છે. મુંબઈની 3 પેઢી દ્વારા સોની વેપારીના દાગીના લઈને પૈસા કે સોનાનું પેમેન્ટ ન કરતાં પરિવારે આપઘાત કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.

દવા પીનાર પરિવારના સભ્યોના નામ

1લલીત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
2મીનાબેન લલીતભાઈ આડેસરા(ઉં.વ.64)
3ચેતન લલીતભાઈ આડેસરા (ઉં.વ.45)
4દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા(ઉં.વ.43)
5જય ચેતનભાઈ આડેસરા(ઉં.વ.21)
6વિશાલ લલીતભાઈ આડેસરા(ઉં.વ.43)
7સંગીતા વિશાલભાઈ આડેસરા(ઉં.વ.41)
8સગીર (ઉં.વ.15)
9એક સભ્યની હાલત સુધાર પર છે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button