મનોરંજન

કાજોલે કરી કંઇક એવી હરકત કે લોકો ભડક્યા અને કહી દીધી એવી વાત કે….

કાજોલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. કાજોલે પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. ભલે તે ઓન-સ્ક્રીન હોય કે ઑફ-સ્ક્રીન, કાજોલને તેના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ચાહકો તેની અભિનયક્ષમતાના વખાણ કરતા થાકતા નથી. અભિનેત્રી તેની સ્પષ્ટવક્તા શૈલી અને ફાયર બ્રાન્ડ સ્વભાવ માટે પણ જાણીતી છે. ઘણા યુઝર્સને તેની સ્ટાઈલ ગમે છે તો ઘણા તેને નાપસંદ પણ કરે છે. આ દરમિયાન કાજોલનો એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. આ વીડિયો જોયા બાદ લોકો પોતાની નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં કાજોલ તેના પુત્ર યુગ સાથે એક હેલ્થ કેર સેન્ટર પહોંચી હતી. વીડિયોમાં આ સમય દરમિયાન યુગ સીડી પરથી ઉતરતી વખતે થોડો લંગડાતો હતો, એવું લાગી રહ્યું હતું કે તેના પગમાં ઈજા થઈ છે. કાજોલે યુગનો હાથ પકડી રાખ્યો હતો. તેનો સિક્યોરિટી ગાર્ડ તેની આગળ ચાલી રહ્યો હતો. યુગને લંગડાતો જોઈને, તેનો ગાર્ડ મદદ માટે આગળ આવ્યો, અભિનેત્રીએ તેને હળવેથી ધક્કો માર્યો અને પોતે જ તેના પુત્રને ચાલવા માટે ટેકો આ દરમિયાન કાજોલે બ્લેક શોર્ટ કુર્તા અને જીન્સ પહેરી છે. જ્યારે, યુગે શોર્ટ્સ અને લૂઝ ટી-શર્ટ પહેરી હતી.

કાજોલના આ વીડિયો પર લોકો જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કાજોલના ચાહકો અભિનેત્રીનો બચાવ કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સ તેને વખોડી રહ્યા છે. કેટલાક યુઝર્સ કહે છે કે તે તેના પુત્રની સુરક્ષા કરી રહી હતી. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું હતું કે, ‘કાજોલ દિવસેને દિવસે જયા બચ્ચન કેમ બની રહી છે?’ એકે લખ્યું હતું કે, ‘કાજોલને શું તકલીફ છે? આવું વર્તન કેમ કરી રહી છે? અન્ય એક યુઝરે લખ્યું હતું કે, ‘તે કેટલી અહંકારી છે, તેણે પોતાના ગાર્ડને ધક્કો માર્યો.’ એકે લખ્યું, ‘તે સિક્યોરિટી ગાર્ડ સાથે આટલું વિચિત્ર વર્તન કરી રહી છે.’ આવી બીજી ઘણી કમેન્ટ્સ આ વીડિયો પર આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button