ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

બેરૂતમાં ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ અકીલ ઠાર, US એમ્બેસી બ્લાસ્ટમાં વોંટેડ હતો

ઇઝરાયલી દળોએ શુક્રવારે લેબનીઝ રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડરોમાંના એક ઇબ્રાહિમ અકીલ, સાત અન્ય લોકો સાથે માર્યો ગયો હતો અને 59 લોકો ઘાયલ થયા હતા. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆત પછી બેરૂતના દક્ષિણ ભાગમાં આ ત્રીજો હવાઈ હુમલો છે. આ પ્રદેશમાં ચાલી રહેલો સંઘર્ષ હવે નાટકીય રીતે ગાઝાથી લેબનોન તરફ સ્થળાંતરિત થયો છે.

હિઝબુલ્લાએ છેલ્લા કેટલાક દિવસોમાં ઈઝરાયલ તરફથી અભૂતપૂર્વ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે. આમાં 16 સપ્ટેમ્બરે પેજર હુમલાનો પણ સમાવેશ થાય છે, જ્યારે હિઝબુલ્લાહ લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હજારો સંચાર ઉપકરણો અચાનક વિસ્ફોટ થવા લાગ્યા હતા. આ ઘટનામાં 37 લોકોના મોત થયા હતા અને 3000થી વધુ લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાહે પેજર હુમલા પાછળ ઈઝરાયલની સંડોવણીની શંકા વ્યક્ત કરી છે, જોકે ઈઝરાયલે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.

ઇબ્રાહિમ અકીલ હિઝબુલ્લાહના ટોચના લશ્કરી એકમ, રદવાન દળોના વડો હતો. તે ફુઆદ શુકર પછી હિઝબુલ્લાહ સશસ્ત્ર દળોના બીજા કમાન્ડર-ઇન-ચીફ પણ હતો. સાઉદી અલ-હદાથ ચેનલે હિઝબુલ્લાહના નજીકના સ્ત્રોતને ટાંકીને, ઇબ્રાહિમ અકીલના મૃત્યુની પુષ્ટિ કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અનુસાર, ઇબ્રાહિમ અકીલે હિઝબુલ્લાહની ટોચની લશ્કરી સંસ્થા જેહાદ કાઉન્સિલમાં પણ સેવા આપી હતી.

અકીલ હિઝબુલ્લાહના ઇસ્લામિક જેહાદ સંગઠનનો એક અગ્રણી સભ્ય પણ હતો, જેણે એપ્રિલ 1983માં બેરૂતમાં યુએસ દૂતાવાસ પર બોમ્બ ધડાકા સહિત નોંધપાત્ર હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં 63 લોકોના મોત થયા હતા. ઓક્ટોબર 1983માં યુએસ મરીન કોર્પ્સ બેરેક પર થયેલા હુમલામાં 241 અમેરિકન કર્મચારીઓ માર્યા ગયા હતા. તે દરમિયાન અકિલે હિઝબુલ્લાહ લડવૈયાઓને લેબનોનમાં અમેરિકન અને જર્મન નાગરિકોને બંધક બનાવવાની સૂચના પણ આપી હતી. એપ્રિલ 2023માં અમેરિકાએ તેમના વિશે માહિતી આપનારને 7 મિલિયન ડોલર (લગભગ 60 કરોડ રૂપિયા)ના ઈનામની જાહેરાત કરી હતી.
આ વર્ષે 27 જુલાઈએ હિઝબુલ્લાહે ઈઝરાયલના મજદલ શમ્સમાં ફૂટબોલ ગ્રાઉન્ડ પર રોકેટ હુમલો કર્યો હતો, જેમાં 12 બાળકોના મોત થયા હતા. ઈઝરાયલે આ હુમલા માટે ફુઆદ શુકરને જવાબદાર ગણાવ્યો હતો. ઈઝરાયલે 30 જુલાઈ, 2024ના રોજ બેરુતમાં હવાઈ હુમલામાં ટોચના હિઝબુલ્લાહ કમાન્ડર ફુઆદ શુકરને મારી નાખ્યો હતો. આ હુમલામાં શુકરના સહયોગી અને હમાસ નેતા સાલેહ અલ-અરુરી પણ માર્યો ગયો હતો. દરમિયાન, ઇઝરાયલે તેના નાગરિકોને હિઝબુલ્લાહના સંભવિત જોખમોથી બચાવવા માટે તેનું અભિયાન ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે.

ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) એ હિઝબુલ્લાહના ઓપરેશન યુનિટના વડા ઇબ્રાહિમ અકીલને માર્યાના કલાકો પછી IDF એ તેનું ઑપરેશન જારી રાખવાની વાત કરી છે. આઈડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહે ઈઝરાયલી નાગરિકો પર યુએવીથી 8,000 થી વધુ રોકેટ, મિસાઈલ અને વિસ્ફોટકો છોડ્યા છે, જેનાથી 60,000 થી વધુ ઈઝરાયલીઓને તેમના ઘરોમાંથી બહાર નીકળી જવા મજબૂર થવું પડ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ઇઝરાયલના નાગરિકોની સુરક્ષા માટે લેબનોનના તમામ વિસ્તારોમાં અમારી કામગીરી ચાલુ રાખીશું.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…