આપણું ગુજરાત

સિંગતેલમાં તેજી પણ મગફળીના ભાવમાં ઘટાડો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:ગુજરાતમાં દર વર્ષે મગફળીના વિક્રમી ઉત્પાદન વચ્ચે પણ સિંગતેલના ભાવમાં જન્માષ્ટમીના તહેવારોથી જ દિવાળી સુધી સતત વધારો થતો રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 3000થી ઉપર ચાલી રહ્યો છે બીજી બાજુ નવી સીઝનની મગફળીની આવક શરૂ થતાં ખેડૂતોને ઓછા ભાવે મગફળી વેચવી પડી રહી છે.

સૌરાષ્ટ્રના માર્કેટિગ યાર્ડમાં નવી મગફળીની આવકો શ થતાં મગફળીના ભાવમાં કડાકો થયો હતો. રાજકોટ માર્કેટિગ યાર્ડમાં એક જ દિવસમાં 25000 ગુણીની આવક થઇ હતી અને એક મણે (20 કિલો) 50 થી 75 પિયાનો ઘટાડો થયો છે.

રાજકોટ બેડી માર્કેટિગ યાર્ડમાં પહેલા 10 થી 12 હજાર ગુણી આવતી હતી. સોમવારે 25 હજાર કરતાં વધારે ગુણીની મગફળીની આવકો થઈ છે. મગફળીના ભાવમાં એક જ દિવસમાં મણે 50 થી 75 પિયા નો ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિગ યાર્ડમાં સરેરાશ નવી મગફળીના ભાવ 1250 થી 1400 હતા. યાર્ડમાં સરેરાશ મગફળીના ભાવ 1200 થી 1350 થયા છે. હાલ થોડી ભેજવાળી પણ મગફળી આવી રહી છે. સૂકી મગફળીના ભાવ 1400 થી 1500 રૂપિયા થયા છે. હજી પણ આવતા દિવસોમાં મગફળીની આવકો જેમ વધશે તેમ ભાવમાં ઘટાડો થઈ શકે છે.

ખેડૂતોએ કહ્યું બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના ભાવ દર વર્ષે વધી રહ્યા છે ત્યારે મગફળીના ભાવ વધવા જોઈએ. પાછોતરા વરસાદના કારણે મગફળીના પાકને ફાયદો થયો છે. આજે સૌથી વધુ હળવદ અને ધ્રાંગધ્રા વિસ્તારની મગફળી રાજકોટ યાર્ડમાં આવી રહી છે. વરસાદ ખેંચાયો હતો ત્યારે વેપારીઓ અને ઓઇલ મિલનો એવો અંદાજ હતો કે આ વર્ષે મગફળીનું ઉત્પાદન ઘટી શકે છે પરંતુ જે વરસાદ પડ્યો જેના કારણે મગફળીનું ઉત્પાદન સારું રહે તેવી શક્યતાઓ છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…