પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), મંગળવાર, તા. 3-10-2023, પંચમી શ્રાદ્ધ, કૃતિકા શ્રાદ્ધ
- ભારતીય દિનાંક 11, માહે આશ્વિન, શકે 1945
- વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-5
- જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-5
- પારસી શહેનશાહી રોજ 19મો ફરવરદીન, માહે 2જો અર્દીબહેશ્ત, સને 1393
- પારસી કદમી રોજ 19મો ફરવરદીન, માહે 3જો ખોરદાદ, સને 1393
- પારસી ફસલી રોજ 17મો સરોશ, માહે 7મો મેહેર સને 1392
- મુુસ્લિમ રોજ 17મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
- મીસરી રોજ 18મો, માહે 3જો, રબીઉલ અવ્વલ, સને 1445
- નક્ષત્ર કૃત્તિકા સાંજે ક. 18-03 સુધી, પછી રોહિણી.
- ચંદ્ર વૃષભમાં
- ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
- સૂર્યોદય: મુંબઈ ક. 06 મિ. 30, અમદાવાદ ક. 06 મિ. 33 સ્ટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. 18 મિ. 25, અમદાવાદ ક. 18 મિ. 24 સ્ટા. ટા.
- -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
- ભરતી : બપોરે ક. 14-04, મધ્યરાત્રિ પછી ક. 03-01 (તા. 4)
- ઓટ: સવારે ક. 07-58, રાત્રે ક. 20-08
- વ્રત પર્વાદિ: વિક્રમ સંવત 2079, “આનંદ” નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત 1945, “શોભન” નામ * સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ – પંચમી. પંચમી શ્રાદ્ધ, કૃતિકા શ્રાદ્ધ, મંગળ તુલામાં સાંજે ક. 17-56.
- મુહૂર્ત વિશેષ: સૂર્ય ગ્રહ દેવતાનું પૂજન, અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, માલ વેંચવો, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ. મંગળના અભ્યાસ મુજબ તા. 16 નવે. સુધીમાં રૂ, કપાસ, સૂતર, અડદ, મગ એમ સર્વ ધાન્ય રસાદિ પદાર્થો, સર્વ ધાતુ, શણ, બારદાન, ગોળ, ખાંડ, મગફળી, ઘઉં, વગેરેમાં ધાન્યમાં તેજી આવશે. શૅરબજારમાં મોટી તેજી આવે.
- શ્રાદ્ધ પર્વ: પાંચમ તિથિએ દિવગંતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. કૃતિકા નક્ષત્રનાં શ્રાદ્ધનો મહિમા અધિક છે. કૃતિકા શ્રાદ્ધ ખ્યાતિ, પ્રસિદ્ધિ, આરોગ્્ય પ્રદાન કરે છે. પાંચમનું શ્રાદ્ધ લક્ષ્મીજીના આશીર્વાદ અપાવે છે. શ્રાદ્ધને શ્રદ્ધાપૂર્વક મહત્ત્વ આપવું. શ્રાદ્ધ વિધિનું પાલન કરવું. ક્ષમતાપૂર્વક શ્રાદ્ધને અનુસરવું. શ્રાદ્ધ વિધિ કરવી તે સંતાનોની ફરજ છે. શ્રાદ્ધ વૈજ્ઞાનિક દષ્ટિએ, ધાર્મિક દષ્ટિએ એમ અનેક દષ્ટિએ સમજવાનો પ્રયત્ન કરીએ, શ્રાદ્ધક્રિયા એ વૈદિક ક્રિયા છે. સનાતન ધર્મોનો જ નહીં પરંતુ સર્વધર્મનો એક ભાગ છે. અન્ય ધર્મમાં દિવંગતની પાછળ શ્રદ્ધાપૂર્વક વિધવિધ સ્વરૂપે ભાવ વ્યક્ત કરવામાં આવે છે.
- આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ મતલબી સ્વભાવ, શુક્ર-રાહુ ત્રિકોણ વફાદાર સ્વભાવ.
- ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, શુક્ર-રાહુ ત્રિકોણ
- ગ્રહ ગોચર: સૂર્ય-ક્નયા, મંગળ-ક્નયા/તુલા, બુધ-ક્નયા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યૂન-મીન, વક્રી પ્લુટો-મકર.