AMC નાગરિકોના રૂ.180નો ધુમાડો કર્યો: ગરીબોને આવાસ ન ફાળવ્યા, હવે તોડવામાં આવશે

અમદાવાદઃ શહેર મનપાની ઉદાસીનતાનો પુરાવો આપતી વધુ એક ઘટના બની છે. અમદાવાદ શહેરનાં વટવા વિસ્તારમાં 15 વર્ષ પહેલા ગરીબો માટેના આવાસ બનાવવામાં આવ્યા હતાં. આ આવાસની કોઈને ફાળવણી કરવામાં આવી ન હોવાથી ખંડેર બની ગયા છે અને તેને હવે તોડવાનો નિર્ણય શહેર મનપા દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે શહેર મનપાએ પ્રજાનાં પરસેવાનાં કરોડો રૂપિયા વેડફી નાખ્યાંની સાબિતી આપી છે. ત્યારે લોકોએ આ સમગ્ર મામલે આ બેદરકારી માટે જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે.
અસામાજિક તત્વો દ્વારા આવાસોના સળિયા, ટાઇલ્સ, પાઇપ કાઢી લેવાયા:
સૂત્રો પાસેથી માહિતી મુજબ વટવામાં આવેલા આ આવાસોની ફાળવણી ન થતાં તેનો દુરૂપયોગ થતો હતો. અસામાજિક તત્વો દ્વારા આવાસોમાંથી સળિયા, ટાઇલ્સ, પાઇપ પણ ઉખાડીને લઈ જવામાં આવ્યા છે. પરિસ્થિતિ એ હદે ખરાબ થઈ કે પીલરનાં સળિયા કાઢી લેવામાં આવતા સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટ (Structures Stability Report) પણ નેગેટિવ આવ્યો હતો. આથી, હવે શહેર મનપાએ 180 કરોડનાં ખર્ચે બનેલા આ આવાસોને તોડવાનો નિર્ણય કર્યો છે.
મનપાએ આવાસના મકાનો કોઈને ફાળવ્યા કેમ નહીં?
ત્યારે અહીં, સવાલ એ થાય છે કે શાં માટે આટલા વર્ષ સુધી આવાસ કોઈને ફાળવવામાં આવ્યા નહીં? શું કોઈનાં દબાણથી આવાસની ફાળવણી કરવામાં આવી નથી? કે પછી અન્ય કોઈ કારણથી ફાળવવામાં આવ્યા નહીં? મકાનો ખંડેર જેવા બની ગયા ત્યાં સુધી તેની જાળવણી કેમ ન કરવામાં આવી? ત્યારે લોકોએ આ સમગ્ર મામલે આ બેદરકારી માટે જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે.
Also Read –