આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં નવરાત્રીમાં છેડતી કરનારાઓની હવે ખેર નહી, ટ્રેડિશનલ ડ્રેસમાં SHE Team તૈનાત રહેશે’

અમદાવાદઃ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે એ પ્રકારે પાર્ટીપ્લોટ અને ગરબા ગ્રાઉન્ડનાં પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટો ફરજિયાત કરવામાં આવશે તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવા પડશે. આ ઉપરાંત શી ટીમ (SHE Team) ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે.

મહિલા શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં નજર રાખશે:

3જી ઓક્ટોબર 2024થી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. ત્યારે અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શેરી અથવા સોસાયટીમાં જેટલાં પણ નાનાં-મોટાં ગરબા આયોજન થતાં હોય છે એ તમામની યાદી બનાવીને ક્રાઈમ બ્રાન્ચ ત્યાં સુરક્ષા અંગે તપાસ કરશે અને જે સ્થળ ઉપર સીસીટીવી નહીં હોય ત્યાં સીસીટીવી લગાવવા માટે જણાવશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચ યાદી બનાવીને જે-તે પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહોંચી જઈને સુરક્ષા અંગે ખાસ બંદોબસ્તનું આયોજન કરશે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં પાર્ટીપ્લોટમાં નજર રાખશે, જેથી કોઈપણ રોમિયોગીરી કરતા યુવાનો મહિલાની છેડતી ન કરી શકે અને જો આમ કરતાં જણાશે તો તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.

હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર પર સીસીટીવી કેમેરા ફરજિયાત:

આ અંગે અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનનાં અધિકારીએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસ પાસેથી વેન્યૂની યાદી બનાવવામાં આવશે, જેમાં આયોજકોને સાથે રાખીને વેન્યૂની આસપાસના વિસ્તારમાં તથા હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર અથવા કોમર્શિયલ સ્થળ પર સીસીટીવી કેમેરા ફરજિયાત પણે લગાવવામાં આવશે. આ ઉપરાંત સિગ્નલ અથવા તો ચાર રસ્તા સહિત મુખ્ય માર્ગો અને અંદરના ગલીવાળા માર્ગ ઉપર પણ સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. લાઈટો ઓછી હોય ત્યાં પૂરતી લાઇટની વ્યવસ્થા કરીને સીસીટીવી લગાવવામાં આવે એ પ્રકારે આયોજન કરવામાં આવશે.

એન્ટી રોમિયો સ્ક્વોડની રચના

અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ-પશ્ચિમ અને IUCAW દ્વારા નવરાત્રિ માટે ખાસ ટીમ બનાવવામાં આવશે, જેમાં મહિલા પોલીસ સ્ટાફના સભ્યો દ્વારા ટ્રેડિશનલ વેશમાં પાર્ટીપ્લોટમાં જઈને લોકોની ભીડ વચ્ચે જ ફરશે, જેથી કોઈ રોમિયોગીરી કરતા લોકોની આસપાસ પણ જઈને તેમને દબોચી શકે. આ ઉપરાંત એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરવામાં આવશે. તમામ ટીમના સભ્યો દ્વારા ટ્રેડિશનલ વેશમાં જ પાર્ટીપ્લોટની મુલાકાત કરવામાં આવશે.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…