ઇન્ટરનેશનલનેશનલ

નવમી વખત અમેરિકાની મુલાકાત લેશે પીએમ મોદી, ક્વાડ સમિટમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જવાના છે,એવી વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકાના પ્રવાસે જવાના છે. પીએમ તરીકે તેઓ અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે તેઓ નવમી વાર અમેરિકાની મુલાકાત લેવાના છે. વિદેશ મંત્રાલય (MEA) એ માહિતી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી 21 સપ્ટેમ્બરે ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વોડ લીડર્સની ચોથી સમિટમાં ભાગ લેશે. આ કોન્ફરન્સનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન કરશે.

ઈતિહાસ પર નજર કરીએ તો જાણવા મળે છે કે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તેમના કાર્યકાળ દરમિયાન 4 વખત અમેરિકાના પ્રવાસે ગયા હતા. મોદી અને તેમના પુરોગામી મનમોહન સિંહ સહિત કુલ 9 ભારતીય વડા પ્રધાનો અત્યાર સુધીમાં સત્તાવાર રીતે યુએસની મુલાકાતે ગયા છે. પૂર્વ પીએમ મનમોહન સિંહ 8 વખત અમેરિકા ગયા હતા જ્યારે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ 4 વખત અમેરિકા ગયા હતા. અટલ બિહારી વાજપેયી પણ ચાર વખત અમેરિકા જઈ ચુક્યા છે. આ સિવાય ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પીએમ (3 વખત), પી.વી. નરસિમ્હા રાવ (2 વખત), અને મોરારજી દેસાઈ અને આઈ.કે. ગુજરાલ એક વખત અમેરિકાની મુલાકાતે ગયા છે.

પંડિત જવાહરલાલ નેહરુ 1947-1964 સુધી દેશના વડા પ્રધાન હતા. એ સમયે તેમણે 1949, 1956, 1960, 1961માં એમ ચાર વાર અમેરિકાની મુલાકાત લીધી હતી. આ સમયે અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું. શીત યુદ્ધનો સમયગાળો ચાલી રહ્યો હતો. પીએમ નેહરુએ અમેરિકા સાથે સંતુલન જાળવી રાખ્યું હતું. વર્ષ 1960માં તેમણે યુએન જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું હતું. ઈન્દિરા ગાંધીએ તેમના વડા પ્રધાન તરીકેના 1966-1977, અને 1980-1984ના કાર્યકાળમાં 1966, 1968, 1970માં એમ ત્રણ વાર અમેરિકાની મુલાકાત લીધી હતી.

મોરારજી દેસાઈએ 1977-1979 ના તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં 1978માં એક વાર અમેરિકાની મુલાકાત લીધી હતી.
તો રાજીવ ગાંધીએ ત્રણ વાર અમેરિકાની મુલાકાત લીધી હતી. પીએમ તરીકે, પીવી નરસિમ્હા રાવ પહેલીવાર જાન્યુઆરી 1992માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ જ્યોર્જ ડબલ્યુ બુશને મળ્યા. મે 1994માં તેઓ બીજી વખત અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા હતા. ઓક્ટોબર 1995માં તેમણે ત્રીજી વખત યુએન જનરલ એસેમ્બલીમાં હાજરી આપી હતી. તેમની બાદમાં આવેલા પીએમ ઈન્દર કુમાર ગુજરાલ સપ્ટેમ્બર 1997માં યુએન જનરલ એસેમ્બલીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યાં તેઓ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને મળ્યા હતા.

અટલ બિહારી વાજપેયીએ 1998-2004ના તેમના કાર્યકાળમાં 2001, 2002, 2003 અને 2004 એમ ચાર વાર અમેરિકાની મુલાકાત લીધી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી એકમાત્ર વિદેશી નેતા હતા જેમણે 106માં યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. તેમનું સંબોધન ઐતિહાસિક માનવામાં આવે છે, કારણ કે ભાગ્યે જ કોઈ વિદેશી નેતાને આવું સન્માન મળ્યું હોય. વાજપેયીના નિવેદને ભારત-અમેરિકા સંબંધોને નવી દિશા આપી હતી અને બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારીનો પાયો નાખ્યો હતો.

પીએમ મનમોહન સિંહે 2004થી 2014 સુધીના તેમના કાર્યકાળમાં આઠ વખત અમેરિકાની મુલાકાત લીધી હતી. પીએમ મનમોહન સિંહની મુલાકાત ઘણી બાબતોમાં ખાસ રહી હતી. તેમણે તેમના અમેરિકન પ્રવાસ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 59મા સત્રમાં ભાગ લીધો હતો અને મહાસભાને સંબોધિત કરી હતી. યુએસ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશ અને યુએન સેક્રેટરી-જનરલ કોફી અન્નાન, અફઘાન પ્રમુખ હામિદ કરઝાઈ, પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ અને અન્ય સહભાગી નેતાઓ સાથે બહુપક્ષીય વાટાઘાટો કરી હતી. આ સાથે જી-4 દેશોના નેતાઓ સાથે પણ તેમણે ચર્ચા કરી હતી. તેઓ અમેરિકાની સરકારી મુલાકાતે પણ ગયા હતા.

PM મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસ પર રહેશે. આ સમય દરમિયાન, ક્વોડ લીડર્સ સમિટ સિવાય, તેઓ અન્ય ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લેશે. પીએમ મોદીનો યુએસ પ્રવાસ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેઓ 21 સપ્ટેમ્બરે વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ચોથા ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. આ પછી, 22 સપ્ટેમ્બરે, તેઓ ન્યુ જર્સીમાં ભારતીય સમુદાય સાથે સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી તેમના પ્રવાસના અંતિમ દિવસે 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની ‘સમિટ ઓફ ધ ફ્યુચર’માં પણ ભાગ લેશે.

ક્વાડ દેશોની બેઠક 21 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનના હોમટાઉન ડેલાવેરમાં યોજાશે. જાન્યુઆરી 2024માં ભારતમાં પ્રથમ ક્વાડ મીટિંગ યોજાવાની હતી, પરંતુ કેટલાક કારણોસર આ સમિટ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારત 2025માં ક્વાડ સંસ્થાની યજમાની કરશે.  ક્વાડ સમિટ બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઇડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. આ સિવાય પીએમ મોદી જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય પીએમ મોદી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજીની ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. 

ક્વાડ સમિટ એ ચાર દેશોનું સંગઠન છે, જેમાં ભારત સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. તેની રચના 2007માં થઈ હતી, પરંતુ તે 2017 માં ફરીથી સક્રિય કરવામાં આવ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વને રોકવાનો છે. ન્યૂજર્સીમાં 22 સપ્ટેમ્બરે પીએમ મોદીની મેગા ઈવેન્ટમાં ભારતીય સમુદાયના 24,000થી વધુ લોકો હાજરી આપશે. આ ઈવેન્ટનું નામ ‘મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ છે. અમેરિકાના 50માંથી 42 રાજ્યોમાંથી ભારતીય મૂળના નાગરિકો આ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે. 2019માં પણ પીએમ મોદીએ આવી જ રીતે ટેક્સાસમાં ‘હાઉડી મોદી’ મેગા ઇવેન્ટને સંબોધિત કરી હતી, જ્યાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ભાગ લીધો હતો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…