iPhone 16 સૌ પહેલા મેળવવા Apple સ્ટોરની બહાર ચાહકોની ભાગદોડ, વહેલી સવારથી જ લાંબી લાઈન

મુંબઈ: ટેક જાયન્ટ Appleનો લેટેસ્ટ iPhone પહેલા મેળવવા હંમેશા ચાહકોમાં ક્રેઝ જોવા મળતો હોય છે, એપલના લેટેસ્ટ iPhone 16 સિરીઝનું વેચાણ શરૂ થતા જ ભાગદોડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કંપનીએ 9 સપ્ટેમ્બરે ‘ઇટ્સ ગ્લો ટાઇમ’ઇવેન્ટમાં iPhone 16 સીરિઝ લોન્ચ કરી હતી. આજે વેચાણ શરુ થતા જ મુંબઈના BKCમાં આવેલા Apple Store પર iPhone પ્રેમીઓની લાંબી લાઇન જોવા મળી હતી. વહેલી સવારથી જ લોકો સ્ટોરની બહાર ભીડ લગાવીને ઉભેલા જોવા મળ્યા હતા.
કંપનીએ 9 સપ્ટેમ્બરે iPhone 16 સિરીઝના ચાર મોડલ રજૂ કર્યા હતા, જેમાં iPhone 16, iPhone 16 plus, iPhone Pro અને iPhone 16 pro maxનો સમાવેશ થાય છે. એવું પહેલીવાર બન્યું છે, જ્યારે iPhoneનું નવું મોડલ જૂના મોડલ કરતા ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોનમાં ઘણા નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.
એપલ સ્ટોર ખુલતા પહેલા જ લોકો વહેલી સવારે સ્ટોરની બહાર દોડતા જોવા મળ્યા હતા. આવો જ ક્રેઝ છેલ્લી વખત જ્યારે iPhone 15 લૉન્ચ થયો ત્યારે પણ જોવા મળ્યો હતો.
દિલ્હીના સાકેતના એપલ સ્ટોરની બહાર પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતાં.
iPhone 16 ની કિંમત ₹79,900થું શરુ થાય છે, જે 128GB સ્ટોરેજ સાથે આવે છે, જેના 256GB અને 512GB વેરિયન્ટ્સ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹89,900 અને ₹1,09,900 છે. iPhone 16 Plus ની કિંમત ₹89,900 થી શરૂ થાય છે, અને તેના 256GB અને 512GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹99,900 અને ₹1,19,900 છે.
iPhone 16 Pro ની કિંમત ₹1,19,900 થી શરૂ થાય છે, અને તે 128GB, 256GB, 512GB અને 1TB વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹1,29,900, ₹1,49,900 અને ₹1,69,900 છે. iPhone 16 Pro Max ની કિંમત ₹1,44,900 થી શરૂ થાય છે, અને તેના 512GB અને 1TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹1,64,900 અને ₹1,84,900 છે.