નવી દિલ્હી: પાકિસ્તાને કાયમ ચીન અને અમેરિકા સાથે તેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. જો તેની બીજી બાજુ અમેરિકા અને ચીન બંને પાકિસ્તાનની રાજકીય અસ્થિરતાનો ફાયદો ઉઠાવીને પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરતાં રહ્યા છે. ગુપ્ત દસ્તાવેજોના આધારે એક સમાચાર સંસ્થાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ગ્વાદરમાં મિલિટરી બેઝ બનાવવા માટે ચીન સાથે કરાર કર્યો હતો. આ ઘટનાક્રમ અમેરિકા સાથે કારી ન ફાવી ત્યારે બન્યો છે.
અહેવાલો મુજબ ઓક્ટોબર 2022 માં પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવા યુએસ-પાકિસ્તાન સંબંધોને સુધારવાના હેતુથી વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાતે ગયા હતા. બાજવા વોશિંગ્ટનને ખાતરી આપવા માંગતા હતા કે પાકિસ્તાની સેના અમેરિકા તરફ નહીં પરંતુ ચીન અથવા રશિયા તરફ જોઈ રહી છે. યુએસમાં, બાજવાએ વચન આપ્યું હતું કે પાકિસ્તાની સૈન્યને બેઇજિંગ કરતાં વોશિંગ્ટનમાં પ્રાથમિકતા આપવામાં આવશે. પાકિસ્તાને અગાઉ પણ અમેરિકાનું સમર્થન અને વિશ્વાસ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
અમેરિકા તરફથી માંડેલા દાવમાં નિષ્ફળતા હાથ લાગ્યા બાદ પાકિસ્તાની અધિકારીઓએ ચીન સાથેના સંબંધો સુધારવાના પ્રયાસો તેજ કર્યા છે. દસ્તાવેજોમાં જાણવા મળ્યું છે કે ચીનને આકર્ષવા માટે, પાકિસ્તાને તેને વચન આપ્યું હતું કે બેઇજિંગ ગ્વાદર બંદર પર સૈન્ય મથક બનાવવાની મંજૂરી આપશે.
ચીન સાથે નજીકનો સબંધ કેમ બન્યો:
2021માં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. માર્ચમાં પાક આર્મી ચીફ કમર બાજવાએ ચીનના રક્ષા મંત્રી સાથે વ્યક્તિગત રીતે મુલાકાત કરી હતી. તે સમયે બાજવાએ કહ્યું હતું કે ચીન અમારો મોટો પાડોશી છે અને તેણે ઘણી રીતે અમારી મદદ કરી છે. પાકિસ્તાની ગુપ્તચર સૂત્રો ચીનને અમેરિકા કરતાં વધુ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સહયોગી માને છે. બંને કાશ્મીર વિસ્તારમાં સાથે જોવા મળ્યા છે. 2019 માં, ભારત સરકાર દ્વારા કાશ્મીરનો વિશેષ દરજ્જો સત્તાવાર રીતે દૂર કરવામાં આવ્યો હતો.