આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર કોંગ્રેસમાં જોડાયા, વર્સોવાથી લડી શકે ચૂંટણી

મુંબઈ: શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર (Mumbai Ex Police Commissioner) રહી ચૂકેલા સંજય પાંડેએ રાજકારણમાં ઝંપલાવ્યું છે અને કૉંગ્રેસમાં જોડાયા છે. સંજય પાંડે મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડની હાજરીમાં સત્તાવાર રીતે તે કૉંગ્રેસમાં જોડાયા હતા. તે વર્સોવા બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

1986 બેચના આઇપીએસ (ઇન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીએ લોકસભાની ચૂંટણી દરમિયાન પણ તે ઉત્તર મધ્ય મુંબઈથી ચૂંટણી લડવા ઇચ્છુક હોવાનું નિવેદન આપ્યું હતું. તેમના વિસ્તારના નાગરિકો સંજય પાંડે ચૂંટણી લડે તેવો આગ્રહ રાખતા હોવાના કારણે તે ચૂંટણીમાં ઝંપલાવવા વિશે વિચારી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. જોકે, પછીથી તે ચૂંટણી લડ્યા નહોતા.

આપણ વાંચો: Pune Drug Case: કેન્દ્રીય મંત્રીના આદેશ બાદ પોલીસ કમિશનરની મોટી કાર્યવાહી

જોકે, હવે વિધાનસભાની ચૂંટણીમાં તે કૉંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પાંડે મુંબઈના કમિશનર ઉપરાંત મહારાષ્ટ્રના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) પણ રહી ચૂક્યા છે.

પાંડેનું નામ હાલ ઇડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ને લઇને પણ વિવાદમાં છે અને તે ઉદ્ધવ ઠાકરેના પણ નજીકના માનવામાં આવે છે. તે ઉત્તર ભારતીય સમુદાયનો ચહેરો પણ માનવામાં આવે છે.

તેમનો મુંબઈના પોલીસ કમિશનર તરીકેનો કાર્યકાળ ખૂબ જ નાનો રહ્યો હતો. 18 ફેબ્રુઆરી 2022ના રોજ તે મુંબઈના પોલીસ કમિશનર બન્યા હતા અને 30 જૂને તે નિવૃત્ત થઇ ગયા હતા. ત્યાર બાદ સપ્ટેમ્બરમાં જ તેમની એનએસઇ ફોન ટેપિંગના મામલામાં ધરપકડ થઇ હતી. તે લગભગ પાંચ મહિના સુધી જેલમાં રહ્યા હતા.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ