નેશનલ

‘કોંગ્રેસનો હાથ દેશ વિરોધીઓ સાથે…’ ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને JKNCપર પ્રહાર કર્યા

નવી દિલ્હી: ગઈ કાલે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી (Jammu and Kashmir Election) માટે પહેલા ચરણનું મતદાન યોજાયું હતું, હજુ બે તબક્કાનું મતદાન બાકી છે. ભારત ઉપરાંત જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પાકિસ્તાન (Pakistan) માટે પણ મોટો મુદ્દો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે (Khawaja Asif) કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સને સમર્થન આપ્યું છે. ખ્વાજા આસિફે કહ્યું છે કે જો કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સત્તામાં આવશે તો કાશ્મીરમાં કલમ 370 પાછી આવી શકે છે. આ મામલાને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંને પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા છે.

ખ્વાજા આસિફે શું કહ્યું હતું?
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે પાકિસ્તાન કલમ 370 બાબતે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના સમર્થનમાં છે. જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ફરી સત્તામાં આવશે તો કલમ 370 પરત લાવી શકાય છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આપ્યો જોરદાર જવાબ:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે x પર કરેલી એક પોસ્ટ લખ્યું કે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે, છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી દરેક ભારત વિરોધી શક્તિઓને સમર્થન આપી રહ્યા છે.

ગૃહ પ્રધાન અમિત શાહે વધુમાં કહ્યું કે, એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવાની વાત હોય કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટીપ્પણી કરવાની મુદ્દો હોયય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક જ પેજ પર રહે છે. કોંગ્રેસનો હાથ હંમેશા દેશ વિરોધી શક્તિઓ સાથે રહ્યો છે. પરંતુ, કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે, તેથી કાશ્મીરમાં ન તો કલમ 370 પાછી આવશે કે ન આતંકવાદ પાછો આવશે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button