Shocking Video: જાણીતા સિંગરે Live Concert રોકીને હાથ જોડીને કેમ કહ્યું માફ કરજો, આ મારું…
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને લોકપ્રિય સિંગર Arijit Singhની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને ફેન્સ પોતાના ફેવરેટ સિંગરની એક ઝલક મેળવવા માટે આતુર હોય છે. હાલમાં જ સિંગરે લંડનમાં એક લાઈવ કોન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે કંઈક એવું કર્યું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું અરિજિત સિંહે અને કહ્યું કે આ મારું મંદિર છે અને અહીં તમે…
| Also Read: ‘Emergency’ની રિલીઝ માટે કંગનાએ વધુ રાહ જોવી પડશે! બોમ્બે હાઇ કોર્ટે CBFCને આપી આ ડેડલાઈન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અરિજિત સિંહનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અરિજીત સિંહ પર્ફોર્મ કરતો જોવા મળે છે. આ દરમિયાન જ ઓડિયન્સમાંથી કોઈ સ્ટેજ પર ફૂડ આઈટમ્સ રાખે છે. જેવું અરિજિત આ જુએ છે એટલે તરત જ તે ફૂડ આઈટમ્સ ઉપાડીને સિક્યોરિટીને આપે છે અને ફેનને હાથ જોડીને કહે છે માફ કરજો, પણ આ મારું મંદિર છે અને અહીં તમે ખાવાનું ના રાખી શકો. આટલું કહીને અરિજિત ફરી પરફોર્મ કરવા લાગે છે.
| Also Read: હિમેશ રેશમિયા પર તૂટ્યો દુઃખોનો પહાડ…
અરિજિત ખૂબ જ સાદગી પસંદ સેલિબ્રિટી છે અને આ વાત તેના ફેન્સ ખૂબ જ સારી રીતે જાણે છે. અરિજિતનો આ વાઈરલ વીડિયો જોઈને તેના ફેન્સ તેની પ્રશંસા કરતા નથી થાકી રહ્યા. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મને એ વસ્તુ ગમી કે અરિજિતે ફેનની આ હરકત પર નારાજ થવાના બદલે પ્રેમથી ખાવાનું હટાવી દીધું. બીજા એક યુઝરે લખ્યું હતું કે આ વ્યક્તિ માટે મનમાં હંમેશા સન્માનની લાગણી જ આવે છે. ત્રીજા એક યુઝરે લખ્યું છે કે સાચું છે. આ પોતાના પ્રોફેશન અને કામ પ્રત્યે તેમની સાચી ભક્તિ સમર્પણ દર્શાવે છે. ભગવાન તમને ખૂબ જ ખૂબ આશિર્વાદ આપે…
| Also Read: ‘લોરેન્સ બિશ્નોઈને મોકલું…’, બુરખો પહેરેલી મહિલાએ સલીમ ખાનને આપી ધમકી, પોલીસ દોડતી થઇ
કોન્સર્ટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સિંગરે ખુદ પોતાના એકાઉન્ટ પર કોન્સર્ટની કેટલીક સ્પેશિયલ મોમેન્ટ્સ, શેર કરી છે. અરિજિત સાથે આ કોન્સર્ટમાં અમેરિકન સિંગર એડ શિરન પણ જોવા મળ્યા હતા અને બંને જણે દમદાર પર્ફોર્મન્સ આપ્યું હતું…