ટોપ ન્યૂઝનેશનલ

વધુ એક ટ્રેન અકસ્માત: વૃંદાવન પાસે માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

લખનઉ: દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર ટ્રેન અકસ્માત(Train Accident)ની ઘટના બની રહી છે, એવામાં ગત મોડી રાત્રે ઉત્તર પ્રદેશના વૃંદાવન(Vrundavan) નજીક એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. રાજસ્થાનના સુરતગઢ પાવર પ્લાન્ટ માટે કોલસો લઇ જતી માલગાડીના 25 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આગ્રા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરી જવાને કારણે ત્રણ લાઈનો પરનો રેલવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસોની અગાઉ બનેલી કેટલીક ઘટનાઓ સાથે આ ઘટનાના સંબંધ અંગે અધિકારીએ કહ્યું કે પાટા પરથી ઉતરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે રેલ્વે સ્ટાફ અવરોધિત માર્ગોને ક્લિયર કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

| Also Read: Bengal train accident: તપાસમાં ગુડ્ઝ ટ્રેનના ક્રૂની બેદરકારી બહાર આવી, ટ્રેન ઓપરેટિંગ સિસ્ટમ પર ઉભા થયા પ્રશ્નો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે દિલ્હી જતી માલગાડી પાટા પરથી ઉતરી જવાની માહિતી મળી હતી. કોલસાથી ભરેલા કોચ પાટા પરથી ઉતરી ગયા હતાં. પોલીસની ટીમ સ્થળ પર હાજર છે. રેલવેની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. કોઈ જાનહાનિ થઈ નથી.

| Also Read: Train Accident: પશ્ચિમ બંગાળના ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, મૃતકના પરિજનોને 10 લાખના વળતરની જાહેરાત

ગઈ કાલે બુધવારે દેશમાં બનેલી આ બીજી ટ્રેન દુર્ઘટના હતી. આ પહેલા બુધવારે સાંજે લગભગ 5 વાગ્યે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના નારાયણપુર અનંત યાર્ડ પાસે મેકેનિક રેકના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વ મધ્ય રેલ્વેના અધિકારીએ જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ 10 થી વધુ ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી અને કેટલીકને અધવચ્ચે રોકવી પડી હતી. તેમણે કહ્યું કે આ ઘટનાને કારણે આ માર્ગ પરનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. મિકેનિકલ અને અન્ય તકનીકી સ્ટાફ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે કામ પર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button