પ્યાર માટે ઉજમા બની ઉર્મિલા…
બરેલીઃ પ્રેમમો પડેલો માણસ બીજું કંઇ પણ વિચારવાની ક્ષમતા ખોઇ દે છે. પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી, પરંતુ દરેક ધર્મમાં પ્રેમ હોય છે. હમણાં જ સીમા અને અંજુના કિસ્સામાં આપણે જોયું હતું કે પ્રેમને તો કોઇ સીમાડા નડતા નથી તો પછી કોઇ ધર્મ તો કેવી રીતે કોઇને રોકી શકે છે. આવો જ એક કિસ્સો બરેલીમાં જોવા મળ્યો છે. અહીં ઉજમા નામની એક યુવતીએ ઉર્મિલા બની ભગીરથ સાથે લગ્ન કર્યા હતા. બંનેના પરિવારો અલગ-અલગ ધર્મના છે. જો કે ઉજમાના પરિવારે લગ્નનો વિરોધ કર્યો હતો.
પીલીભીત જિલ્લાના ન્યુરિયા પોલીસ સ્ટેશનના હુલકારી ઢાકિયા ગામના રહેવાસી ભગીરથ અને ઉજમા વચ્ચે બે વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. બંને લગ્ન માટે તૈયાર હતા, પરંતુ ઉજમાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધ હતો. તેમણે ઉજમાના લગ્ન માટે તેમની જ્ઞાતિમાં મુરતિયો શોધવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ઉજમા ઘર છોડી અને ભગીરથ પાસે ચાલી ગઇ હતી. ત્યારબાદ રવિવારે બંને બરેલીના સુભાષ નગરમાં મોહલ્લા મધિનાથ અગસ્ત્ય મુનિ આશ્રમ ખાતે પહોંચી લગ્નની ઈચ્છા વ્યક્ત કરી.
જો કે ઉજમાનો પરિવાર પહેલેથી જ આ સંબંધના વિરુદ્ધ હતો આથી ઉજમા તેના પ્રેમી ભગીરથ સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. રવિવારે બંને સુભાષ નગરના મધીનાથ સ્થિત અગત્સ્ય મુનિ આશ્રમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં હિંદુ રીતિ-રિવાજ મુજબ આ બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા ઉજમાએ પોતાનું નામ બદલીને ઉર્મિલા કરી દીધું હતું. અને હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો હતો. લગ્ન બાદ યુવતીએ પોલીસને સુરક્ષાની અપીલ કરી છે. તે તેના પરિવારથી ડરે છે.
લગ્ન પછી ઉર્મિલાએ કહ્યું હતું કે તેણે પોતાની મરજીથી ભગીરથ સાથે લગ્ન કર્યા છે અને હિંદુ ધર્મ સ્વીકાર્યો છે અને તેનું નામ બદલીને ઉર્મિલા કર્યું છે. લગ્ન બાદ તેણે તેના યુપી પોલીસને પોતાના પરિવારથી રક્ષા કરવા માટે સુરક્ષા માંગી હતી.